બનાસકાંઠા પાલનપુર પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર.આપવામાં આવ્યું.PHN NEWS 06/09/2021
બનાસકાંઠા પાલનપુર પત્રકાર એકતા સંગઠન દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર.આપવામાં આવ્યું.
પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયા. ગીરવાનસિહ સરવૈયા. ગૌરાંગભાઈ પંડ્યા. હેમુભા વાઘેલા તથા ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી અંબારામ રાવલ ની અધ્યક્ષ સ્થાને થી બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન પ્રમુખ શ્રી વસંત ગૌસ્વામી ની રાહબારી હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પત્રકારો ઉપર અવાર નવાર થતા હુમલા ઓ તેમજ ખોટી ફરિયાદો અટકાવવા બાબતે સમગ્ર ગુજરાત માં આવેદનપત્રો આપવામાં આવ્યાં છે ત્યારે પત્રકારો એ કોરોના મહામારી માં પોતાના જીવ જોખમમાં મુકી ને પણ પ્રમાણિક રીતે ફરજ બજાવી છે. ખાસ કરીને કાળાબજારિયા. બૂટલેગરો. રાજકીય નેતાઓ ના વેશમાં સફેદ ગુંડાઓ. ભ્રષ્ટાચારીઓ પોતાના પાપ છુંપાવવા તંત્ર સાથે સેટિંગ કરી ને પત્રકાર પર ખોટા આક્ષેપો કરી ને તેના ઉપર કલંક લગાવી ને પત્રકાર નું કેરિયર ખરાબ કરવા ના ઇરાદાથી ખોટું કરીને યેન કેન પ્રકારે પત્રકાર ને દોષિત સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર ના ધ્યાન માં લેવા માટે પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ની સુચના અનુસાર ગુજરાત રાજ્ય માં છાસવારે થતા પત્રકારો ઉપર હુમલા તેમજ ખોટી ફરિયાદો કરવાવાળા ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે જેમાં દોષિત સાબિત થાય એવા પત્રકારો ને પત્રકાર એકતા સંગઠન કદાપિ સહયોગ આપવા માટે તૈયાર નથી વધુમાં કે જીલ્લા કલેકટર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે પત્રકાર એકતા સંગઠન ની માંગણીઓ સંદર્ભે સરકાર સુઘી પહોચાડી ને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી હતી જેમાં જિલ્લા પ્રમુખ શ્રી વસંત ગૌસ્વામી. પત્રકાર એકતા સંગઠન મંત્રી પ્રધાનસિંહ પરમાર. અર્જુનસિંહ. પરમાર. શ્રવણ પ્રજાપતિ. યોગેશ બાપજી. કાન્તિલાલ લોધા. રામલાલ મીણi. શાંતિલાલ સુથાર. અશોકભાઈ સહિત અન્ય પત્રકાર એકતા સંગઠન ના તાલુકા જિલ્લા ના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…
રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com