ભારત સરકાર ના ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા અને MSP ને કાયદા નો દરજ્જો આપવા માટે રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર અપાશે )

( ભારત સરકાર ના ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા અને MSP ને કાયદા નો દરજ્જો આપવા માટે રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર અપાશે )
રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના સાંતલપુર તાલુકા પ્રમુખ હરેશભાઇ પુજારા ચોટીલા થી દિલ્હી સુધી ૨૭ દિવસ ની સાયકલ યાત્રા એ રવાના થયા 
ભારત સરકાર દ્વારા ખેડૂતો ને કંપની ના ગુલામ બનાવવા માટે ચોક્કસ આયોજન સાથે ઉધોગપતિઓ માટે લાલ જાજમ પાથરી ખેડૂતો ની સંમતિ અને માગણી સિવાય ત્રણ કૃષિ કાયદા પસાર કરવા માં આવેલ છે તેથી તેનો વિરોધ સંપુર્ણ દેશ ના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા નવ મહિના કરતા વધું સમય થી દિલ્હી ખાતે હાઇવે ઉપર બેસીને આંદોલન કરી રહ્યા છે છતાં સરકાર ના પેટનું પાણી હલતું નથી અને ખેડૂત આગેવાનો સાથે મળી કોઇ સચોટ માર્ગ ઉપર સરકાર આવવા માગતી નથી પરંતુ સરકાર પોલીસ ને આગળ કરી શાંતિ પૂર્ણ રીતે ચાલતા આંદોલન તોડવાની વારંવાર  કોશીશ કરવા માં આવે છે અને થોડા સમય પહેલા હરીયાણા સરકાર દ્વારા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ખેડૂતો ના માથા ફોડી દેવાનો આદેશ આપેલ અને પોલીસ દ્વારા ખેડૂતો ઉપર લાઠી નો વરસાદ કરી કેટલાય ખેડૂતો ના માથા ફોડી નાખ્યા છે 
વધું રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ મહીલા પ્રમુખ મંગુબેન રાજપુત જણાવે છે કે ખેડૂત  મોધવારી ના ખપ્પરમાં તે હોમાઇ ગયેલો છે અને દેવાદાર બની  ખેડૂત સરકાર ની નીતિ નો ભોગ બની પાયમાલ થઈ રહ્યો છે છે બીજી બાજુ સરકાર ઉધોગ પતિ ઓના ખરબો નાણાં માફ કરી રહી છે તેથી દિલ્હી ખાતે છેલ્લા નવ મહિના થી હાઇવે ઉપર બેસીને આંદોલન કરતા ખેડૂતો નો અવાજ બની ખેડૂતો જાહેર સમર્થન આપવા માટે રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપવા  અમારા રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના સાંતલપુર તાલુકા ના પ્રમુખ શ્રી હરેશભાઈ પુજારા સાયકલ યાત્રા કરી  ચોટીલા -:ગુજરાત થી દિલ્હી જઇ ભારત માનનીય મહામહીમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ ને આવેદનપત્ર આપવાના છે 
હરેશભાઈ પુજારા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન સાંતલપુર આજરોજ તારીખ ૨/૯/૨૦૨૧ ના રોજ બપોરે ૧૨-૩૯ ના વિજય મુર્હત માં દીલ્હી જવા રવાના થયા છે કુલ ૨૭ દીવસ સુધી સાઇકલ યાત્રા કરી રાષ્ટ્રપતિ ને આવેદનપત્ર આપવા માટે ચોટીલા ની ભાખર દેવી ચામુંડા માતા ના આશીર્વાદ લઇ રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના મહિમા પ્રમુખ મંગુબેન રાજપુત અને સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા લીલી ઝંડી ફરકાવી  રવાના કરવા માં આવેલ છે 
રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રમુખ વી.કે.કાગ જણાવે છે કે આ સાઇકલ યાત્રા તા.૨/૯/૨૦૨૧ ના રોજ ચોટીલા થી શરૂ કરી તા.૨૯/૯/૨૦૨૧ ના રોજ દીલ્હી પહોંચવાની છે.આ સાઇકલ યાત્રા ગુજરાત થી રાજસ્થાન હરીયાણા થઇ દીલ્હી જવા ની છે તેથી રસ્તા માં ઠેર ઠેર રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માં આવશે તેમજ રાષ્ટ્રીય પ્રમુખ શ્રી શિવદેવસિહ રાષ્ટ્રીય મહામંત્રી દેશરાજ મૌદગીલ ની હાજરી માં તા.૨૯/૯૨૦૨૧ ના રોજ બપોરે ૧૨-૩૯ કલાકે ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવા અને MSP નો કાયદો બનાવવામાં આવે તેવી માગણી સાથે આવેદનપત્ર આપવામાં આવશે અને આવેદનપત્ર આપ્યા પછી દીલ્હી ના આંદોલન છાવણી ની મુલાકાત લેવા માં આવશે તેથી તા.૨૯/૯/૨૦૨૧ ના રોજ ગુજરાત માથી મોટી સંખ્યામાં રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પદ્દાધીકારીઓ અને કાર્યકરો દીલ્હી જઇ હરેશભાઈ ની સાથ આપી આંદોલન છાવણી ની મુલાકાત લઇ આંદોલન ઓને સમર્થન આપશે 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો