સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયોવિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે.

અંબાજી મંદિરમાં માઇભક્તોની સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરૂ કરાયો
સમગ્ર રાજયના મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર 
આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો
વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજી આવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. અંબાજીમાં આવતા માઇભક્તોની સુરક્ષા માટે બનાસકાંઠા કલેકટરશ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે. 
         આજે તા.૧૯ સપ્ટેામ્બર-૨૦૨૧ના રોજ શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું  હતું અને મંદિર ખાતે વિવિધ સ્થળના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યાં છે. ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ગુજરાત રાજયના તમામ મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો