પાલનપુર તાલુકા પો.સ્ટે.ના મલાણા ગામે શિવ મંદિરમાં થયેલ મંદિર ચોરીનો ગુનો શોધી એક ઈસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા

તા.03/09/2021*શુક્રવાર*
પાલનપુર તાલુકા પો.સ્ટે.ના મલાણા ગામે શિવ મંદિરમાં થયેલ મંદિર ચોરીનો ગુનો શોધી એક ઈસમને ઝડપી લેતી એલ.સી.બી પાલનપુર બનાસકાંઠા*શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં મિલ્કત સબન્ધી તેમાં ખાસ કરી મંદિર ચોરીના ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલી.શ્રી એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ .હેડ.કોન્સ યશવંતસિંહ રાજેશકુમાર તથા પો.કો. દિલીપસિંહ,નિશાંત, જોરાવરસિંહ,ગજેન્દ્રદાન,આશીષભાઈ, મહેશભાઈ* નાઓ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે  *વખતસિંહ ઉર્ફે વકો વલાજી રાઠોડ રહે.સાંપ્રા તા.સરસ્વતી જી. પાટણ* વાળાને ઝડપી લઈ તેના પાસેથી  કુલ રૂ.5500/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે
ઉપરોક્ત ઇસમની પૂછપરછમાં તેઓએ  મલાણા ગામની સીમમાં આવેલ શિવ મંદિરમાં ચોરી કરેલાની કબુલાત કરતાં તેને વધુ તપાસ સારુ પાલનપુર તાલુકા પોસ્ટે સોંપેલ છે.
આરોપીનો પૂર્વ ઈતિહાસ*
* અગાઉ ઉપરોક્ત આરોપી મલાના ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા હોય અને એ રીતે ગામની ભૂગોળથી પરિચિત હોય તેના આધારે આ ચોરીના ગુનાને અંજામ આપેલ હોવાનું જણાય આવેલ તેમજ તેણે સને 2019 માં શિહોરી પોસ્ટે વિસ્તારમાં લૂંટના ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાય આવેલ છે.
બ્યુરો રિપોર્ટ PHN NEWS Gujarat

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.