શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે.

*અંબાજી ખાતે ભક્તિમય માહોલ, લાલ ડંડા સંધ અને રાજકોટ સંધ અંબાજી પહોંચ્યો*
શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. હાલમાં કોરોના કહેર ઓછો થતા ભકતો ઘરે થી બહાર આવી રહ્યાં છે અને દેવ દર્શન કરી રહ્યા છે. હાલમાં ભાદરવી પૂનમ નિમિત્તે ભક્તો પગપાળા ચાલતા ચાલતા અંબાજી તરફ આવી રહ્યા છે અને બોલ મારી અંબે જય જય અંબે નો નાદ અરાવલી પર્વતમાળાની વચ્ચે સાંભળવા મળી રહ્યો છે ત્યારે છેલ્લાં 187 વર્ષ થી અમદાવાદ નો પ્રસિદ્ધ લાલ ડંડા સંધ અંબાજી પહોંચ્યો હતો અને મંદિરની શીખર પર ધજા ચઢાવી હતી આ સંઘે 188 વર્ષ મા પ્રવેશ કર્યો હતો.આજે અંબાજી મંદિર ખાતે રાજકોટ નો સંધ રંગબેરંગી કપડા પહેરીને આવ્યો હતો આ સંધ છેલ્લા 20 વર્ષ થી 415 કિલોમીટર દૂર થી આવે છે. આ ભક્તો 7 તારીખ ના રોજ રાજકોટ થી નીકળ્યા હતા અને 18 સપ્ટેમ્બર ના રોજ અંબાજી પહોંચી આજે 19 સપ્ટેમ્બર ના રોજ અંબાજી મંદિર ખાતે રંગબેરંગી કપડા પહેરીને ગરબા રમતા રમતા મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને મંદિરના ચાચર ચોકમાં આવી ગરબા રમી ધજા મંદિર પર ચઢાવી હતી આ સંધ મા કુલ 125 સભ્યો જોડાયેલા છે જેમાં 70 મહિલાઓ જોડાયેલી છે. અંબાજી મંદિર ખાતે 20 સપ્ટેમ્બર ભાદરવી પૂનમે દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ટ્રસ્ટ તરફથી અને ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ તરફથી ગાઇડ લાઇન નું પણ પાલન થઈ રહયું છે અને મંદિર ખાતે બાધા આખડી માટે મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે. અંબાજી મંદિર ને રંગબેરંગી લાઈટો થી શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી ફુગ્ગાઓ થી પણ શણગારવામાં આવ્યું છે. હડાદ થી અંબાજી અને દાંતા થી અંબાજી નો માર્ગ ખાનગી વાહનો માટે બંદ કરાયું છે.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો