ભાભર તાલુકાની રણછોડપુરા (દે) પ્રાથમિક શાળામાં શિક્ષક સન્માન સમારોહ યોજાયો
ભાભર તાલુકા કક્ષાનો "શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ" મેળવનાર રણછોડપુરા શાળાના શિક્ષકશ્રી મહેન્દ્રભાઈ છનાભાઈ રાવળ નો તા. 14/9/2021 ને મંગળવારના રોજ રણછોડપુરા શાળા પરિવાર, વડીલો,વાલીમંડળ દ્વારા સન્માન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી નરસિંહભાઈ દેસાઈ, ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અમરતભાઈ દેસાઈ, ભાભર તાલુકા બીઆરસી કૉ.ઓ.શ્રી મનોજભાઈ સુથાર, દેવકાપડી સીઆરસી કૉ.ઓ.શ્રી રતિલાલભાઈ પરમાર, બલોધણ સીઆરસી કૉ.ઓ. શ્રી દયારામભાઈ સુથાર, દેવકાપડી સેન્ટર શાળા આચાર્યશ્રી નટવરસિંહ ચાવડા, સેન્ટરની અન્ય શાળાના આચાર્યશ્રીઓ,દેવકાપડી સરપંચશ્રી વાલાભાઈ ઠાકોર, ભૂ.પૂ. સરપંચશ્રી મહાદેવભાઈ દેસાઈ અને સવાભાઈ પટેલ,ભૂ.પૂ. તા.પં.પ્રમુખશ્રી અને વિસ્તારના વડીલ શ્રી વકતાભાઈ દેસાઈ સાથે અન્ય મહેમાનો હાજર રહ્યા હતા. પંડિતજી રોહીતભાઈ જોષી દ્વારા સુંદર મંત્રોચ્ચાર સાથે થયેલ દીપ પ્રાગટ્ય થયા બાદ શાળાના આચાર્યશ્રી અજીતસિંહ રાઠોડે શાબ્દિક સ્વાગત કર્યું હતું. વડીલો અને વાલીમંડળ દ્વારા દરેક મહેમાનોનું ફૂલછડી અને શાલ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
વિસ્તારના નિવૃત્ત શિક્ષકશ્રી કાનજીભાઈ જોષી અને ગયા વર્ષના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા દેવકાપડી શાળાના શિક્ષકશ્રી અજીતભાઈ કાપડીનું નું સન્માન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી અજીતભાઈ દ્વારા ટ્રોફી અને પ્રમણપત્ર આપી આ વર્ષના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શાળાના શિક્ષક મહેન્દ્રભાઈનું મહેમાનોના હસ્તે અને વડીલો,વાલીમંડળ દ્વારા સોનાની વીંટી, શાલ અને એક જોડી કાપડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બહારથી પધારેલ મહેમાનો, આમંત્રિત વડીલો, આચાર્યશ્રીઓ,યુવામિત્રો, સગાં સંબંધીઓ અને ભૂતપુર્વ વિદ્યાર્થીઓ દ્વારા મહેન્દ્રભાઈને કાપડ,શાલ,પુસ્તકો, અન્ય ભેટ,પ્રમાણપત્રો આપી સન્માન કર્યું હતું. વડીલ બાબુભાઈ જોષીએ સુંદર પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પધારેલ મહેમાનોએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં શિક્ષણ, પડકાર અને પ્રયાસ, વાલીજાગૃતિ, શિક્ષણની જરૂરીયાત વગેરે બાબતો પર ભાર મુક્યો હતો. સન્માનિત શિક્ષકશ્રી મહેન્દ્રભાઈએ પોતાની કદર કરી વાલીઓ દ્વારા આટલા સરસ આયોજન કરી સન્માન કરવા બદલ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચા- પાણી માટે દેવકરણભાઈ હીરાભાઈ જોષી અને રણછોડપુરા ડેરીના મંત્રીશ્રી સેધાભાઈ વક્તાભાઈ દેસાઈ, નાસ્તા માટે જગદીશભાઈ મગનદાસ સાધુ દાતા બન્યા હતા.
અંતમાં વકીલશ્રી જગદીશભાઈ જોષી દ્વારા કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરી અજીતભાઈ કાપડીએ સરસ સહકાર આપ્યો હતો. બંને સીઆરસી કૉ.ઓ. સાહેબશ્રી એ આ કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ સરસ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com