ડીસા તાલુકાના કંસારી ખાતેગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં મહિલાઓ એ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું,

રક્તદાન એ જ મહાદાન ઠાકોર સમાજ ની મહિલાઓ દ્વારા રક્તદાન કરાયું..ડીસા તાલુકાના કંસારી ખાતે
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયો જેમાં મહિલાઓ એ રક્તદાન કરી આગવું ઉદાહરણ પુરૂ પડ્યું, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠન સમગ્ર ગુજરાત માં સેવા લોક સેવા માટે
 હરહમેંશા ખડે પગે હોય છે રાત હોય કે દિવસ ગામે તેવી કપરી, મહામારી, કોઈપણ સમયે માનવજાત ની સેવા અને સામાજિક તથા શૈક્ષણિક જાગૃતિ સહિત વ્યસન મુક્તિ ના ઉમદા ઉદ્દેશ થી અલ્પેશજી ઠાકોર આ સંગઠન બનાવ્યું અને આજે સામાજિક ક્ષેત્રે ઠાકોર સમાજનું મોટું સંગઠન એટલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જેના થકી ઠાકોર સમાજ ના નવયુવાનો ને આગવી રાહ માળી છે લોકસેવા, સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધારવો કન્યા કેળવણી બાબત સહિત અલગ અલગ ક્ષેત્ર માં ઠાકોર સમાજ ના યવુક યુવતિ નોકરી કરી સમાજને આગવી ઓળખ અપાવે એવા પ્રયત્નો ઠાકોર સેના કરે છે આવી પ્રવૃતિઓ ના ભગવરૂપે આજે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવા માં આવ્યું હતું જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર ની મહિલા ઓ એ આજે પ્રથમ વાર રક્તદાન કરી સમાજને આગવી પ્રેરણા આપો છે આવનાર સમય માં મહિલાઓ માં શૈક્ષણીક જાગૃતિ આવે તો જ સમાજનો સર્વાંગી વિકાસ થાય અને ઠાકોર સમાજ માં શિક્ષણ નો વ્યાપ વધે એવા શુભઆષય સાથે આયોજકો દ્વારા ગ્રામ્ય વિસ્તાર આ રક્તદાન કેમ્પ નું આયોજન કર્યું હતું  આ કાર્યક્રમ માં કંસારી ગ્રામ જનો ની સારો સહયોગ મળ્યો હતો
આ પ્રસંગે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના સલાહકાર રાયકરણજી,
 ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના પ્રદેશ ખજાનચી ચકાજી ઠાકોર,સમાજિક અગ્રણી અને આખોલ સરપંચ ભરતજી ધૂંખ,રાજકીય અગ્રણી લેબજીજી ઠાકોર, ડીસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ બચુજી ઠાકોર, ડીસા તાલુકા ઠાકોર સેના કોર કમિટી સભ્ય અનારજી ઠાકોર સહિત  પ્રદેશ, જિલ્લા, અને તાલુકા પ્રમુખો, ઠાકોર સમાજના રાજકીય, સામાજિક અગ્રણી સહિત ક્ષત્રિય ઠાકોર સેના હોદ્દેદારો અને ગ્રામજનો મોટી સંખ્ય માં ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ડીસા તાલુકા દ્વારા રાયકરણજી ઠાકોરના અધ્યક્ષતામાં કંસારી મુકામે યોજાયો જેમાં એક વિશેષતા રહી કે ઠાકોર સમાજની મહિલાઓએ જાહેરમાં પહેલી વાર બ્લડ ડોનેટ કર્યુ જે ઠાકોર સમાજ માટે ગૌરવની વાત છે
 આ કેમ્પમાં 170 થી વધુ બોટલ એકત્ર થઈ . આ બ્લડ ડોનેશન કેમ્પમાં ડીસા તાલુકા પ્રમુખ બચુજી ઠાકોર તથા સમગ્ર ડીસા તાલુકાની ઠાકોર સેના ટીમ, દરેક ગામની ગ્રામ સમિતિના તમામ કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી તેમ જ કંસારી ઠાકોર સેના ગ્રામ સમિતિએ કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતુ. કાર્યક્રમમાં સમાજના રાજકીય આગેવાનો, વડીલો ,  સરપંચશ્રીઓ, ડેલીગેટશ્રીઓ, યુવાનોએ હાજર રહી પોત્સાહન પૂરું પાડ્યું
રિપોર્ટ .પ્રધાનસિંહ પરમાર PHN NEWS બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.