પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છેબનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી ગઈ છે
પાલનપુર તાલુકામાં આવેલ માલણ દરવાજા વિસ્તારમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થવાની શક્યતા જોવા મળી રહી છે
બનાસકાંઠા જિલ્લામાં આવેલ પાલનપુર તાલુકાના માલણ દરવાજા વિસ્તાર માં આવેલ રામપરા જવાના રસ્તે જ્યાં 300 મકાનોની વસ્તી રહે છે પણ એ વસ્તી અત્યારે બીમારીના ઝપટમાં આવી રહી છે ડેન્ગ્યૂના કેસમાં વધારો થતાં આરોગ્ય કેન્દ્ર અધિકારી સાહેબ ઓ મુલાકાત સ્થળ પર આવ્યા હતા અને એમને બહુ સારી રીતે ત્યાં લોકોને સમજાવ્યા હતા પણ નગરપાલિકા દ્વારા જે રસ્તા વચ્ચોવચ ગંદકી કરવામાં આવે છે જ્યાં સુધી ત્યાંથી ગંદકીનું નિકાલ નહીં થાય ત્યાં સુધી ડેન્ગ્યુ મેલેરીયા આ બધી બીમારી દૂર થશે નહીં નગરપાલિકાના ઓફિસરોને જાણ કરીએ છીએ ત્યારે ત્યાંના ઓફિસરો આરોગ્ય કેન્દ્ર ઉપર નાખે છે તો શું આરોગ્ય કેન્દ્ર દ્વારા ગંદકી કરવામાં આવે છે હવે આરોગ્ય કેન્દ્ર વાળા નગરપાલિકાનું કામ કરશે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ અને સ્ટાફ નું કામ બહુ સરસ છે એ લોકો આ વિસ્તારમાં આવે છે અને ફરજ બજાવે છે પણ જ્યાં સુધી ત્યાં રસ્તા વચ્ચે ખાડા પડી ગયા છે એ ખાડા પુરવામાં નહિ આવે ત્યાં સુધી પાણીનો નિકાલ થશે નઈ રસ્તા વચ્ચે ખાડા પડી ગયા છે પાણી ભરાઈ છે અને રસ્તા વચ્ચે કચરાના
ઢગલા કરી નાખ્યા છે અને નગર પાલિકા આરોગ્ય કેન્દ્ર ઉપર નાખે છે પણ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ આરોગ્ય કેન્દ્ર તો એમનું કામ કરે છે પણ તમે ક્યારે તમારું કામ કરશો તમે તમારું કામ ચાલુ કરાવો સાફ સફાઈ અભિયાનનું . ચાલુ કરાવો નહિતર ડેન્ગ્યુ મેલેરીયા તો ફેલાવવાનો જ ડેન્ગ્યુ મેલેરીયા માં કોઈની જાન જાય છે તો એના જવાબદાર નગરપાલિકા ચીફ ઓફિસર રહેશે
કેમકે એમની પાસે જઈએ છે તો સંતોષકારક જવાબ પણ આપતા નથી નગરપાલિકાના ચીફ ઓફિસર કંઈક ને કંઈક બહાનાં કરે છે જ્યારે ભારત સરકાર કરોડોની ગ્રાન્ટ આપે છે પણ એનો યોગ્ય રીતે વપરાશ થતો નથી અને જ્યારે પબ્લિક પાસે એક મહિનાનો પાણીવેરો ઘરવેરો સફાઈ વેરો નગરપાલિકા દ્વારા વસૂલ કરે છે 28 લાખની આવક છે એક મહિનાની તો પછી તો પછી 12 મહિનાની આવક એક કરોડ બાર લાખ થાય છે તોપણ પાલનપુર સીટી નો રસ્તા ખરાબ છે કચરો ના ઢગલા રસ્તા વચ્ચે પડ્યા છે અને જ્યારે સાહેબોને મળીએ ત્યારે વ્યવસ્થિત જવાબ પણ આપતા નથી અહીંના લોકોનું કહેવું એમ છે કે જો નગરપાલિકાના જગ્યાએ ગામડાની ગામ પંચાયત હોત વધારે સારું હતું તો રસ્તા પણ સારા હોત અને ગંદકીના ઢગલા પણ ના હોય
આરોગ્ય વિભાગ તો એમનું કામ કરે છે પણ નગરપાલિકા એમનું કામ ભૂલી ગઈ છે અત્યારે પાલનપુર તાલુકામાં 276 કેસ ડેંગ્યુના છે અને 905 કિસ મેલેરિયાના છે આ બધી લાપરવાહીના નગરપાલિકા દ્વારા ગંદકી કરવામાં આવે છે એના કારણે રોગચાળો ફેલાય છે
હવે પાલનપુર તાલુકાની પ્રજા કંટાળી ગઈ છે નગરપાલિકાના ઓફિસરો થી જો રસ્તા ઉપર ઉતરી ગઈ આંદોલન માટે તો નગરપાલિકા ચીફ ઓફિસરને રાજીનામું આપવું પડશે એવું એના પ્રજાનું કહેવું છે ટૂંક સમયમાં ગંદકી દૂર નહીં થાય તો અમે આંદોલન પર ઉતરશે અને હજુ પણ એ કંઈ પણ જાતની સાફ-સફાઈના થઈ તો અને અમારા વિસ્તારમાં કોઈને બીમારી થઈ કોઈ મરી ગયો તો એની જવાબદારી નગરપાલિકા ચીફ ઓફિસર ની રહેશે બ્યુરો રિપોર્ટ પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com