અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ પશુ દવાખાનું અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા World Rabies day નિમિત્તે અનેક જગ્યાએ લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું.

અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં 10 ગામ દીઠ પશુ દવાખાનું અને કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા  World Rabies day નિમિત્તે અનેક જગ્યાએ લોક જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું. 
તારીખ 28 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લામાં એક ખાસ અને મહત્વની ઝુંબેશ ચલાવવામાં આવી છે. 28 સપ્ટેમ્બર એટલે World Rabies day. આ દિવસે અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે કાયૅરત એવી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના ડોક્ટર અને પાયલટ દ્વારા સ્કૂલોમાં તથા ગામ માં જઇને rabies એટલે હડકવા વિષેની માહિતી આપવામાં આવી હતી. તેની સાથે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના ગામ જેવા કે ભેરુન્ડા, મોટી ઈસરોલ, નાણાં, રણેચી, ટાકા ટૂકા, કુસ્કી, સુનોખ, અણીયોર, સીમલી, બોરોલ, નવાગામ, રમોસ, કુણોલ, કાનેરા વગેરે જેવા લોકેશન મા કાયૅરત એવા દસ ગામ દિઠ હરતાંફરતાં પશુ દવાખાનાના ડોક્ટર અને પાયલટ દ્વારા ગામજનોને અને સ્કૂલના વિદ્યાર્થીઓ ગામજનો ને હડકવા વિષે જાગૃતિ આપવામાં આવી હતી. 
         અરવલ્લી જિલ્લાના પ્રોજેક્ટ કો-ઓડીનેટર શ્રી પ્રદીપ પરમારના જણાવ્યા પ્રમાણે, આ જાગૃતિ અભિયાન ચલાવવાનો હેતુ એજ હતો, કે આ હડકવા એ વાઈરસ જન્ય રોગ છે. વિશ્વમા આ રોગ ની કોઈ દવા નથી માત્ર ને માત્ર રસીકરણ દ્વારા જ આ રોગ ને અટકાવી શકાય છે. એટલે દરેક ખેડૂત મિત્ર ને પોતાને અને પોતાના પાલતું પશુઓને આ રોગ થી બચાવવા માટે પહેલાં થી જ રસીકરણ કરાવી લેવું જોઈએ. અથવા જો હડકવા ના કોઈ પણ લક્ષણો પોતાને અથવા પોતાના પશુમાં દેખાય તો તરત જ ડોક્ટર નો સંપર્ક સાધીને સારવાર કરાવવી જોઈએ.
બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો