*થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીયા બનાસ નદીના પટમાથી મળી આવેલ લાશની ઓળખ કરી અનડીકેટ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી પાલનપુર તથા થરા પોલીસ*
પ્રેસનોટ તા.૧૩/૦૮/૨૦૨૧
___________________________
*થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીયા બનાસ નદીના પટમાથી મળી આવેલ લાશની ઓળખ કરી અનડીકેટ ખુનનો ગુનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી પાલનપુર તથા થરા પોલીસ*
શ્રી પોલીસ મહાનિરીક્ષક *શ્રી આર.જે.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* બનાસકાંઠા પાલનપુરનાઓ માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જીલ્લામા બનતા ગંભીર પ્રકારના અનડીકેટ ગુનાઓ શોધી કાઢવા તથા થરા પો.સ્ટે ની હદમા બનેલ મર્ડરના ગુનામા ખુનનો ગુનો શોધી તેમા સંડોવાયેલ ઇસમો સામે કાર્યવાહી કરવા સુચના કરેલ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી *પી.એચ.ચૌધરી સાહેબ દિયોદર* વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ ગુનો શોધી કાઢવા *પો.ઇન્સ શ્રી એચ.પી.પરમાર એલ.સી.બી તથા પો.સબ.ઇન્સ આર.જી.દેસાઇ એલ.સી.બી પાલનપુર તથા પો.સબ.ઇન્સ એમ.બી.દેવડા થરા પોલીસ સ્ટેશન* વિગેરે પોલીસની અલગ અલગ ટીમો બનાવી થરા પો.સ્ટે તા-૧૧/૦૮/૨૦૨૧ ના રોજ થરા પો.સ્ટે.પાર્ટ“એ” ગુ.ર.નં ૧૧૧૯૫૦૫૧૨૧૦૮૩૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૦૨,૧૨૦(બી),૩૪ મુજબ મરણ જનાર સોમપુરી લહેરપુરી ગૌસ્વામી ઉ.વ.૪૯ તથા તેમના પરિવારના માણસો ગઇ કાલ તા.૧૦/૦૮/૨૦૨૧ ના સાંજના આઠેક વાગ્યાના સુમારે વાળુ પાણી કરી તેમના ઘરે સુતેલ હતા તે દરમ્યાન રાત્રીના આશરે એક-દોઢેક વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા ઇસમોએ ફરિના ઘરના મેઇન દરવાજે આવી મરણ જનારને બુમ પાડી બહાર બોલાવી તેની સાથે લઇ ગયેલ અને આ વખતે ફરિનો દીકરો મહેશભાઇ સાથે જવાનુ કહેતાં તેને આ અજાણ્યા ઇસમોએ સાથે આવવાની ના પાડી લઇ ગયેલ અને આ મરણ જનારની શોધખોળ દરમ્યાન મળી આવેલ નહી અને આજરોજ સાંજના સુમારે ખારીયા ગામની સીમમાં નદીના પટમાં રેતીમાં દાટેલ હાલતમાં લાશ મળી આવેલ જે ફરિએ ઓળખતાં તેના પતિની હોઇ જે કોઇ અજાણ્યા ઇસમોએ ખુન કરી નદીના પટમાં દાટી દઇ એકબીજાએ મદદગારી કરી હત્યાનો ગુનો કરેલ હોઇ અને આરોપીઓ શોધી કાઢવા સારુ એલ.સી.બી પાલનપુર નાઓની તથા થરા પોલીસની જુદી જુદી ટીમો બનાવી સઘન પ્રયત્નો કરતા અને સદરે ગુનાના કામે મરણ જનાર સોમપુરીની દિકરી સંગીતાબેન નાઓને પો.સ્ટે લાવી યુકિત પ્રયુકિતથી વધુ પુછ-પરછ કરતા આ સંગીતાબેને જણાવેલ કે આ મારા પિતા મને તથા મારી ભાભી ને પણ બદદાનતથી થી જોતા હોઇ જેની જાણ ખુન કરનાર અને મરણ જનારના દિકરા મહેશપુરી નાઓને થઇ જતા આ મહેશપુરી તેના પીતા સોમપુરીની હત્યા કરી પૉતાના મિત્ર વીપુલસિહ ની મદદથી નદીના પટમાં ખાડૉ ખૉદી તેમજ તૅની બહેન સંગીતાબેન ની મદદ થી લાસ ને ઇકો ગાડીમા પાછળના ભાગે નાખી નદીના પટમા ખોદેલ ખાડામાં દાટી દીધેલાનુ જણાવે છે આ ગુનામાં સંડોવાયેલ *સંગીતાબેન ડો/ઓ સોમપુરી લહેરપુરી ગૌસ્વામી તથા વિપુલસિંહ ઉર્ફ વીપીસિંહ રણુભા જાતે વાઘેલા રહે-ખારીયા* વાળા આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડી હત્યાનો મહત્વનો ગુનો શોધી કાઢેલ છે.
કામગીરી કરનાર :-
*પો.ઇન્સ શ્રી એચ.પી.પરમાર એલ.સી.બી* *પો.સબ.ઇન્સ આર.જી.દેસાઇ એલ.સી.બી પાલનપુર*
*પો.સબ.ઇન્સ એમ.બી.દેવડા થરા પોલીસ સ્ટેશન* *પો.કોન્સ જયપાલસિંહ સજુભા બ.નં.૬૩૬ એલ.સી.બી તથા પો.કોન્સ કિસ્મજી નટવરજી બ.નં.૧૫૦૧ એલ.સી.બી પો.કોન્સ ધર્મન્દ્રસિંહ નાનુભા બ.નં.૭૬૩ એલ.સી.બી તથા પો.કોન્સ અશોકકુમાર હિરાભાઇ બ.નં.૧૪૨૪ એલ.સી.બી પો.કોન્સ મહેશકુમાર ધુડાભાઇ બ.નં.૮૪ એલ.સી.બી* પો.કોન્સ વિક્રમસિંહ ઉદેસિંહ બ.નં.૩૯૩ સી.પી.આઇ કચેરી શિહોરી થરા પોલીસ સ્ટેશન
અ.હેડ.કોન્સ ભરતસિંહ શાંન્તુભા બ.નં.૧૫૫૩ તથા અ.હેડ.કોન્સ રમેશકુમાર ગણેશભાઇ બ.નં.૧૫૦૭ તથા પો.કોન્સ દેવસીભાઇ લક્ષ્મણભાઇ બ.નં.૧૨૮૨ તથા પો.કોન્સ જીતેન્દ્રકુમાર રાજાભાઇ બ.નં.૧૫૯૧ તથા પો.કોન્સ કરણસિંહ જવાનસિંહ બ.નં.૧૧૬૩ તથા પો.કોન્સ સાગરભાઇ વેરસીભાઇ બ.નં.૯૩૦ તથા પો.કોન્સ રસીકજી જોયતાજી બ.નં.૮૦૨ પો.કોન્સ જયેશભાઇ ભાણજીભાઇ બ.નં.૨૦૩૭ પો.કોન્સ ભરતગીરી લાલગીરી બ.નં.૧૭૦૫ પો.કોન્સ હસમુખભાઇ ઇશ્વરભાઇ બ.નં.૧૩૦૫ પો.કોન્સ દશરથસિંહ અમરાજી બ.નં.૫૮૭ પો.કોન્સ રમેશભાઇ નાનજીભાઇ બ.નં.૧૬૧૩ પો.કોન્સ હિતેશભાઇ વિરમભાઇ બ.નં.૨૦૫૧ પો.કોન્સ હિતેશભાઇ મેઘાભાઇ બ.નં.૬૪૧ પો.કોન્સ રાહુલદાન સમરતદાન બ.નં.૮૩૪ તથા ભરતાભાઇ રામજીભાઇ બ.નં.૧૬૦૪ તથા સોમભા કુંવરસિંહ બ.નં.૬૪૯
બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com