રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ )

( રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ખેડૂત અગ્રણી  રામસિંહ ગોહિલ નિમણુંક થતા ખેડુતો માં ખુશી નો માહોલ )

રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા ના  માં ખેડૂતો ની સંગઠન માં  હોદ્દેદાર તરીકે નિમણુંક કરવા માં આવી તેથી  જીલ્લા નું સંગઠન માળખું  મજબૂત થયું છે - વી.કે.કાગ 

   કેન્દ્ર ની નરેન્દ્ર મોદી ની વર્તમાન સરકાર વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને બીજી બાજુ પેટ્રોલ ડીઝલના ભાવ  વધારો ,રાસાયણિક ખાતર ,હાઇબ્રીડ બિયારણ અને જંતુનાશક દવાઓ માં જંગી ભાવ વધારો કરી ખેડૂતો ને પાયમાલ કરી નાખ્યા છે તેથી આવક ડબડ થવાની જગ્યાએ જાવક ( ખર્ચ) ડબલ થઈ ગઈ છે  અને બીજી બાજુ વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી છે અને ગુજરાત મુખ્યમંત્રી દ્રષ્ટિ  જાહેરાત કરવામાં આવેલ  કે પાક બચાવવા કેનાલ પાણી છોડવા માં આવશે અને બીજા દિવસે નાયબ મુખ્યમંત્રી મીડીયા સમક્ષ આવી  જાહેરાત કરે છે કે ખેતી પાક ને બચાવવા વરસાદ સિવાય કોઈ વિકલ્પ નથી અને પાણી નહેર મારફતે આપી શકાય નહીં આવા બેજવાબદાર સ્ટેટમેન્ટ થી ખેડૂતો ઘા ઉપર નમક છાંટવા જેવું છે અને ગુજરાત માં  ચાલુ વર્ષે ૭ ટકા કરતાં ઓછો વરસાદ થયો છે અને નહેર દ્વારા સરકાર પાણી આપતી નથી તેથી ખેડૂતો નો પાક સુકાઈ રહ્યો છે તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ગુજરાત માં સંગઠન માળખું મજબૂત કરવા આદેશ આપતા રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા જીલ્લા માં વિવિધ ખાલી જગ્યાએ ખેડૂત આગેવાનો ની હોદ્દેદારો તરીકે નિમણુંક કરવા નિર્ણય લેવામાં આવેલ તેથી  રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશ ના પ્રદેશ મંત્રી પદે વાવ તાલુકા ના ખીમાણા પાદર ના રાજપુત સમાજ ના ખેડૂત અગ્રણી રામસિંહ ગોહિલ ની નિમણુંક કરવા આવતા ખેડૂતો માં આનંદ નો માહોલ છવાયો છે તેમજ જીલ્લા કોષાઅધ્યક્ષ પદે  સુઇગામ તાલુકા ના ગોલપ ( નેસડા ) ના  બ્રહ્મ સમાજ ના યુવા ખેડૂત અગ્રણી વિક્રમભાઈ ગામોટ ની નિમણુંક કરવા માં આવેલ છે  જીલ્લા ઉપ પ્રમુખ તરીકે વાવ તાલુકા ના ગોકળગામ ના ખેડૂતો ના શુભચિંતક કરશનભાઈ રાજપુત અને વડગામ તાલુકા માલોસણા ગામના જાગીરદાર આગેવાન   જવાનસીહ હડિયોલ ની નિમણુંક કરવા માં આવેલ છે જીલ્લા મંત્રી પદે સુઇગામ તાલુકા ના બેણપ ગામના રાજપુત સમાજ  યુવા અગ્રણી રામસિંહ બાયડ ની નિમણુંક કરવા માં આવેલ છે તેમજ વાવ તાલુકા પ્રમુખ તરીકે  ખીમાણા વાસ ના રાજપુત સમાજ ના ખેડૂત આગેવાન  આઇ.વી.ગોહિલ અને મહામંત્રી તરીકે ભાવસિંહ ગોહિલ,ઉપ પ્રમુખ તરીકે ભગવાનભાઇ આસલ,કોષાઅધ્યક્ષ તરીકે બાબુભાઈ ઠાકોર (પત્રકાર) ની નિમણુંક કરવા માં આવેલ છે તેમજ પાલનપુર તાલુકા મહામંત્રી તરીકે ભાગળ ( જગાણા ) ગામના ચૌધરી સમાજ ના યુવા આગેવાન નાથાભાઇ હડીયા ની નિમણુંક કરવા માં આવેલ છે 
 વધું માં મહેસાણા જીલ્લા મહામંત્રી તરીકે ખેરાલુ ના મંદ્રોપુર ગામના વતની ચૌધરી સમાજ ના આગેવાન પથુભાઇ ચૌધરી અને મહેસાણા તાલુકા પ્રમુખ તરીકે ગોકળગઢ ના જશવંતભાઇ ચૌધરી ની નિમણુંક કરવા માં આવેલ છે તેથી ખેડૂતો માં આનંદ છવાઈ ગયો છે 
બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા
વધુ માં પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જણાવે છે કે બનાસકાંઠા જીલ્લા નું સંગઠન માળખું મજબૂત કરી આવનાર દિવસોમાં બનાસકાંઠા જીલ્લા સહિત ઉત્તર ગુજરાત માં પાણી માટે અહીત્યાસિક જન આંદોલન કરવા માં આવશે અને પાણી અમારો હક્ક છે તેથી હક્ક માટે ની લડાઈ મજબૂતાઈ થી લડવા માં આવશે અને જ્યા સુધી પાણી આપવા નહી આવે ત્યાં સુધી આદોલન ચાલું રહેશે જરૂર પડે આવનાર વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી નો બહિષ્કાર કરીશું જેની સરકાર ને નોંધ લેવા વિનંતી છે

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું