બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને સરકાર પાણી પુરું પાડવા ની વ્યવસ્થા કરે

( બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ને સરકાર પાણી પુરું પાડવા ની વ્યવસ્થા કરે - રામસિંહ ગોહિલ) 
બનાસકાંઠા જીલ્લા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી સરકાર  ખેડૂતો પાક વીમો આપે - વી.કે.કાગ  
બનાસકાંઠા માં પાણી માટે સચોટ આયોજન કરો વાયદા નહી - દોલાભાઈ ખાગડા 
ગુજરાત માં વરસાદ ખેંચાઇ જતા ખેડૂતો ની  હાલત કફોડી બની જવા પામી છે અને એક બાજુ ભુગર્ભ તળ માં પાણી ખુટી ગયા છે બીજી બાજુ  વરસાદ બનાસકાંઠા માં બિલકુલ થયો નથી અને સરકાર સુજલામ્ સુફલામ્ કેનાલમાં પાણી બંધ કરી દીધું છે તેથી ખેડૂતો મોંઘવારી ના ખપ્પરમાં  હોમાઇ ગયો છે અને લખલૂટ ખર્ચ કરીને ને વાવણી કરેલ પરંતુ વરસાદ અને પાણી ના અભાવે પાક સુકાઈ ગયા છે તેથી ખેડૂતો ને આત્મહત્યા કરે એવી પરીસ્થિતી નું નિર્માણ થયું છે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા દ્વારા આજરોજ જીલ્લા ના તમામ તાલુકા માં મામલતદાર ને આવેદનપત્ર આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને રજૂઆત કરી છે કે
(૧) બનાસકાંઠા જીલ્લા માટે નર્મદા નહેર દ્વારા કડાણા ડેમ માંથી ધરોઇ ડેમમાં પાણી નાખી ધરોઇ ડેમ માંથી મુક્તેશ્વર ડેમ માં પાણી નાખો અને ત્યાર બાદ દાંતીવાડા અને સીપુ ડેમ માં પાણી નાખો અને બનાસ નદી તેમજ રેલ નદી જીવંત કરવી.
(૨) બનાસકાંઠા ને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરી ખેડૂતો ને સહાય ચુકવી આપે 
(૩) પશુઓ માટે ઘાસચારા ના ડેપા ચાલુ કરો 
(૪) બનાસ ડેરી દ્વારા દુષ્કાળ સમય પશુદાણ માં કરેલ જંગી ભાવ વધારો પરત ખેંચવો 
(૫) પશુપાલકો ને દૂધ માં પોષણસમ ભાવ આપો
(૬) જળ સંચય મનરેગા યોજના માં મોટા ખેડૂતો ને સમાવેશ કરવો
(૭) જમીન રીસર્વે ની પેન્ડીંગ અરજી નો નિકાલ કરવો
(૮) ભાઇઓ ભાગની ખેતીની જમીન વહેચણી ના અધિકાર મામલતદાર ને આપવા
(૯) ગૌશાળા માં ઘાસચારો પુરો પાડો
(૧૦) વાવ-સુઇગામ તાલુકા ના ૨૧ ગામોને નવીન બ્રાંચ કેનાલ બનાવી આપો
(૧૧) વીમા કંપની પાક વીમો મંજુર કરે. ના કુલ અગીયાર માગણી સાથે દરેક તાલુકા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું છે.
વધું જીલ્લા પ્રમુખ વી.કે.કાગ જણાવે છે કે અમીરગઢ ખાતે ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ દિનેશગીરી ગૌસ્વામી ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ,મહામંત્રી વિગેરે ખેડૂતો સાથે મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું છે 
દાંતા મામલતદાર ને જીલ્લા યુવા મહામંત્રી પ્રદિપસીહ દિયોલ ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ સાથે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપ્યું છે
વડગામડા મામલતદાર ને જીલ્લા ઉપ પ્રમુખ જવાનસીહ હડિયોલ,તાલુકા પ્રમુખ લક્ષમણભાઇ ચૌધરી,તાલુકા મહામંત્રી ગોવિદભાઈ ચૌધરી,તાલુકા ઉપ પ્રમુખ રેવાભાઈ પરમાર દ્વારા ખેતીની હાજરી માં આવેદનપત્ર આપ્યું છે.પાલનપુર મામલતદાર ને જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ ની સાથે તાલુકા પ્રમુખ ગુલાબસિહ પરમાર તાલુકા મહામંત્રી નાથાભાઇ હડીયા ની સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે. દાંતીવાડા તાલુકા મામલતદાર ને તાલુકા પ્રમુખ રમેશભાઈ ચૌધરી અને મહામંત્રી જેસંગભાઈ ચૌધરી દ્વારા ખેડૂતો સાથે રાખી આવેદનપત્ર આપ્યું છે ડીસા તાલુકા મામલતદાર ને પુરણસિહ ચૌહાણ ની સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે. ધાનેરા તાલુકા મામલતદાર ને પ્રદેશ ઉપ પ્રમુખ કાળુભાઇ તરક, તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા મહામંત્રી નવાભાઈ મુંજી તાલુકા યુવા પ્રમુખ દિનેશભાઇ ચૌધરી તાલુકા ઉપ પ્રમુખ દીપાભાઇ રબારી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા હતા. લાખણી તાલુકા મામલતદાર ને જીલ્લા યુવા પ્રમુખશ્રી દોલાભાઈ ખાગડા ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ મહામંત્રી સાથે રાખી આવેદનપત્ર આપ્યું છે. થરાદ તાલુકા મામલતદાર ને તાલુકા પ્રમુખ અરજણભાઇ પટેલ મહામંત્રી છોગાભાઇ ચૌધરી કોષાઅધ્યક્ષ કનુભાઈ પટેલ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઇ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું છે વાવ તાલુકા મામલતદાર ને તાલુકા પ્રમુખ આઇ.વી.ગોહિલ મહામંત્રી ભાવસિંહ ગોહિલ ઉપ પ્રમુખ ધુડાભાઈ આસલ કોષાઅધ્યક્ષ બાબુભાઈ ઠાકોર સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે. ભાભર તાલુકા મામલતદાર ને પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જીલ્લા ઉપ પ્રમુખ કરશનભાઈ રાજપુત ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ અને મહામંત્રી દ્વારા આવેદનપત્ર આપ્યું છે. સુઇગામ તાલુકા મામલતદાર ને ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ.પ્રમુખ નટુભાઇ પટેલ ની આગેવાની હેઠળ જીલ્લા કોષાઅધ્યક્ષ વિક્રમભાઈ ગામોટ જીલ્લા મંત્રી રામસિંહ બાયડ  તલાભાઈ ચૌધરી મયૂરભાઈ ચૌધરી સાથે ખેડૂતો જોડાઇ આવેદનપત્ર આપ્યું છે. દીયોદર તાલુકા મામલતદાર ને જીલ્લા મંત્રી ઉદેસીહ વાઘેલા ની આગેવાની હેઠળ આવેદનપત્ર આપ્યું છે તેમજ કાંકરેજ તાલુકા મામલતદાર ને જીલ્લા પ્રમુખ વી.કે.કાગ તાલુકા પ્રમુખ ભેમાભાઇ ચૌધરી મહામંત્રી સાથે કાર્યકર્તા જોડાઇ આવેદનપત્ર આપ્યું છે અને ખેરાલુ ખાતે જીલ્લા મહામંત્રી પથુભાઇ ચૌધરી ની આગેવાની હેઠળ તાલુકા પ્રમુખ સાથે આવેદનપત્ર આપ્યું છે 
પ્રદેશ મંત્રી રામસિંહ ગોહિલ જણાવે છે કે કે જો અમારી માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવા માં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આંદોલન કરવા માં આવશે છતા આંખઆડા કાન કર્યા તો અહીત્યાસિક જન આંદોલન કરી ધારાસભ્ય અને સંસદ સભ્ય નો ઘેરાવ કરવા માં આવશે 
જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા એ જણાવાયું છે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો પગપાળા યાત્રા કરી ગાંધીનગર જઇ ઢોલનગારાં વગાડી સરકાર ને જગાડવા નું કામ કરીશું જેની અસર વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી માં જોવા મળશે બ્યુરો રીપોર્ટ બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો