58 લાખના ખર્ચે બનેલ ગ્રામ પંચાયત ભવનનો " જી " પડી ગયો!પંચાયત આગળ દબાણ ધારકોનો અડિંગો*
શકિત ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. આ ધામ મા ગુજરાત ની સૌથી મોટી ગ્રામ પંચાયત આવેલી છે અને આ પંચાયત ની આર્થિક સ્થિતિ નબળી હોઈ આ પંચાયતને અત્યાર સુધી વિવિઘ ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષ સુધી અંબાજી ગ્રામ પંચાયત જૂનાનાકા કોમ્યુંનીટી હોલ ખાતે ખસેડવામાં આવી હતી અને ગ્રામ પંચાયત નુ ભવન જર્જરીત અને ખંડેર બની જતા જીઇબી ઑફિસ પાસે નવીન ભવન અધધ 58 લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને 7 દીવસ પહેલાં આ ભવન ખુલ્લુ મુકાયું હતું પણ આજે સાંજે આ ભવન પર લખેલ જી પડી જતાં લોકોમાં આ 58 લાખ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ભવન ના બાંધકામ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.
અંબાજી ગ્રામ પંચાયત ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત હોવા છતાં આ ગામ મા વિકાસ થતો નથી અને જો કોઇ વિકાસ કરવા માંગે તો વિરોધીઓ ઊભા થઈ જાય છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આ ગામના વિકાસ માટે કઈજ કરવામાં આવતું નથી. આ ગામ માં હજી સુધી બાયપાસ રોડ બની શક્યો નથી, આ ધામ મા સારુ ગાર્ડન પણ નથી, આ ધામ મા ટ્રાફિક સિગ્નલ નથી, આ ધામ મા અવારનવાર ગટરો ઉભરાવવાની ઘટનાઓ બની રહી છે પણ વહિવટી તંત્ર દ્વારા કોઈજ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. હાઇવે માર્ગ પર મોટી લાઈટો લગાડવાની જગ્યાએ નાની નાની લાઈટો લગાડવામા આવી છે , વધૂ મા હવે આ ધામ ને રાજ્ય સરકાર દ્વારા ઓથોરિટી બનાવતા આવનારા સમયમાં આ ધામ નો વિકાસ થાય તેવુ લાગી રહ્યુ છે. કૉંગ્રેસ ના ધારાસભ્ય પણ આજદિન સુધી લોકોની કે ગામની સમસ્યા જાણવા આવ્યા નથી અને લોકસભા સાંસદ પણ આ ધામ ના પ્રાણ પ્રશ્નો માટે પણ સક્રિય રહ્યા નથી જે ગંભીર બાબત કહી શકાય.
ગ્રામપંચાયત ભવન આગળ દબાણદારોનો મોટો ત્રાસ @@
અંબાજી ગ્રામ પંચાયત આસપાસ દબાણદારો નો વર્ષો થી ભારે ત્રાસ વધવા પામ્યો છે. આ લોકોને તાત્કાલીક ધોરણે ગ્રામ પંચાયત આગળ થી હટાવી ગબ્બર માર્ગ કે કોટેશ્વર માર્ગ પર ખસેડવામાં આવે તો આ 58 લાખનું ભવન સુંદર દેખાય. અંબાજી ગ્રામ પંચાયત નવીન ભવન આગળ વેપારીઓનો ભારે ત્રાસ વધવા પામ્યો છે આ લોકોને કંઈ રીતે વૈકલ્પીક સ્કીમ મા સમાવવામાં આવ્યાં? તમામ વેપારીઓ પાસે ટુ વિલ્હર ગાડી, એક ઘરમાં ચાર ચાર સ્માર્ટ ફૉન, બેન્કો મા સારા એવાં નાણાં જમા છે અને સૌથી નવાઇની વાત એ છે કે એક માં ના ચાર ચાર છોકરાઓ અને માં સહીત 5 જણ ને વૈકલ્પિક વ્યવસ્થા મા કંઈ રીતે સમાવવામાં આવ્યા? ગ્રામ પંચાયત નો કયો મોટુ માથું આ દબાણ વાળા ને પ્રોત્સાહન આપી રહ્યા છે.
અંબાજીના ગરીબ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા મા લાભ મળતો નથી, અંબાજીના ગરીબ લોકોને ગ્રામ પંચાયત આગળ દુકાનો કરવા મળતી નથી પણ કાર ધરાવતાં અને સારી સોસાયટીમાં બંગલો ધરાવતાં નકલી બની બેઠેલા લોકોને વૈકલ્કીપ વ્યવસ્થા મા સેટિંગ થી લાભ મળી રહ્યો છે? બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તાત્કાલીક ધોરણે અંબાજી આવી ગ્રામ પંચાયત આગળ નુ દબાણ તાત્કાલીક ધોરણે હટાવે તેવી માંગ ઉઠવા પામી છે. ગ્રામ પંચાયત અને જીઇબી ઑફિસ વચ્ચેનો માર્ગ દાબેલી વાળા ની લારીને કારણે દબાઈ જાય છે, બાઇકો વાળા રોડ વચ્ચે લારીઓ મૂકી દબાણ કરી રહ્યા છે અને તંત્ર તમાશો દેખી રહ્યું છે.
@@ 58 લાખમાં બનેલા બિલ્ડિંગ ની વીજીલન્સ તપાસ કરવાની માંગ @@
અંબાજી ગ્રામ પંચાયત નું નવીન બિલ્ડિંગ 58 લાખના અધ્ધ ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે પણ બાંધકામ 58 લાખ પ્રમાણે લાગતું નથી અને નવાઈની વાત એ છે કે માત્ર 7 દિવસમાં લખેલું જી પડી ગયું છે. આ બિલ્ડિંગ ની બાંધકામ બાબતે વીજીલન્સ તપાસ ની માંગ ઉઠવા પામી છે.
અહેવાલ જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com