બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે
બનાસકાંઠા જીલ્લા માં પાણી ની સમસ્યા હોઈ મુખ્યમંત્રી ને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો ની ઘરપકડ કરી છે
બનાસકાંઠા જીલ્લા માં છેલ્લાં ઘણાં વર્ષોથી પાણી ના ભૂગર્ભ જળ ખુટી ગયા છે અને ખેડૂતો પાણી ના ટીપા માટે વલખાં મારે છે
બનાસકાંઠા જીલ્લો ખાસ કરી પશુપાલન અને ખેતી આધારીત જીલ્લો છે તેથી જીલ્લા નો મુખ્ય વ્યવસાય ખેતી છે ૭૦ % રોજગાર ખેતી દ્વારા પુરો પાડવા માં આવે છે
વધું માં વી.કે.કાગ જણાવે છે કે બનાસકાંઠા જીલ્લા માં દાંતીવાડા ડેમ, સીપુ ડેમ,મોકેશ્વર ડેમ આમ ત્રણ મોટા ડેમ આવેલ અને પરંતુ આ ડેમનું પાણી પાટણ જીલ્લા ને આપવા માં આવે છે જયારે બનાસકાંઠા નદી સુકી ભઠ્ઠ થઈ ગઈ છે અને તેના કારણે બનાસકાંઠા જીલ્લા માં પાણી ના ભૂગર્ભ જળ તળ માં ખૂટી ગયા છે અને ચોમાસું સમય વરસાદ ખેચાતા ખેડૂતો ની હાલત કોરોના વચ્ચે દાઝયા ઉપર ડામ દેવા જેવી થયેલ છે અને ખેડૂતો દ્વારા પિયત કરી વાવણી કરેલ તે પણ પાણી વરસાદ અને પાણી ના અભાવે નાશ પામી રહ્યો છે તેથી ખેડૂતો દ્વારા ખેડ ખાતર અને બિયારણ ની ખરીદી કરી વાવણી કરેલ તે પણ પાક નિષ્ફળ ગયેલ છે
પાટણ જીલ્લા માં નર્મદા નદીના પાણી ની નહેર મારફતે પાણી આપવા માં આવે છે તો દાંતીવાડા ડેમ નું પાણી બનાસ નદી માં નાખી બનાસ નદી જીવંત કરવા માગણી કરી છે
વધુ માં અમરાભાઈ ચૌધરી જણાવે છે કે સુજલામ સુફલામ્ નહેર નું ચોગા પમ્પીંગ થી પાણી ચાલુ કરવા અને બનાસ નદી જીવંત કરવી વગેરે ની માગણી સાથે ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને ગાંધીનગર સચિવાલય ખાતે પાણી માટે રજુઆત માટે બનાસકાંઠા જીલ્લા ના વિવિધ કિસાન સંગઠન ના હોદ્દેદારો જતા ગાંધીનગર સચિવાલય ના ગેટ નં ૧ ઉપર થી વી.કે.કાગ જીલ્લા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા પ્રભારી અમરાભાઈ ચૌધરી જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઇ તરક ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટ ના ઇ ચા નટુભાઇ પટેલ વિગેરે ની ગાંધીનગર સેક્ટર પોલીસ દ્વારા ઘરપકડ કરવા માં આવી છે
બ્યુરો રીપોર્ટ. ગુજરાત પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com