પર્યાવરણને બચાવવા મોડાસામાં વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવારના યુવાનો આગળ આવ્યા.

પર્યાવરણને બચાવવા મોડાસામાં વૃક્ષોના જતન માટે ગાયત્રી પરિવારના યુવાનો આગળ આવ્યા.
"વૃક્ષ ગંગા અભિયાન" અંતર્ગત 
મોડાસા ખાતે સોસાયટીઓમાં વૃક્ષારોપણ ઝુંબેશ 
ગાયત્રી પરિવારના યુવાનોએ દર રવિવારે અલગ અલગ સ્થાનો પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરી  "પ્રાણવાન સન્ડે" ઉજવણીની બનાવી યોજના.
તા. 5 જુલાઈ, મોડાસા:
    પર્યાવરણને બચાવવા, સંતુલન રાખવામાં વૃક્ષોનું જતન કરવું એ ખૂબજ જરૂરી છે. જીવમાત્રને જરૂરી  ઓક્સિજનના ઉપાર્જન  માટે વૃક્ષોનું આ ધરતી પર બહુ મોટી ભૂમિકા છે. 
   આ માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા સમગ્ર વિશ્વમાં "વૃક્ષ ગંગા અભિયાન" એક સામૂહિક પ્રયાસ કરી રહેલ છે. જેમાં વૃક્ષારોપણ તો ખરું જ પરંતું વૃક્ષોનું જતન, સિંચન-ઉછેર માટે ખૂબ મહત્વ અપાય છે. જેમાં વૃક્ષને પોતાના સ્વજન સમજીને એનું નિરંતર સંબંધ રાખવાના સંકલ્પ લેવામાં આવે છે. વૃક્ષ વાવતા પહેલાં એને પોતાના તરુપુત્ર કે તરુમિત્ર એવા સંબંધથી જોડાઈ જ્યાં સુધી એ વૃક્ષ મોટું ના થાય ત્યાં  પોતાના સગાંની જેમ તેનું જતન કરવાના સંકલ્પ સાથે છોડનું  રોપણ કરવામાં આવે છે.
   મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના યુવાનો દ્વારા મોડાસામાં આ વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત મોડાસામાં દર રવિવારે અલગ અલગ સ્થાનો પર "પ્રાણવાન સન્ડે" ના નામે યોજના બનાવી છે.
  આ યુવાનોએ 4 જુલાઈ, રવિવારે મોડાસાની ચિત્રકૂટ સોસાયટીમાં કાર્યક્રમ બનાવ્યો. જેમાં આગલા દિવસે સોસાયટીના સૌ રહીશોને આખી યોજનાથી સૌને માહિતગાર કર્યા. બીજા દિવસે રવિવારે સવારે સોસાયટીના સૌ સદસ્યો આ વૃક્ષ જતનના પવિત્ર ઉદ્દેશ્ય સાથે જોડાયા. સૌએ પોતાના મિત્ર કે પુત્ર સ્વરુપે સ્વજનના ભાવથી વૃક્ષ સાથે સંબંધના સંકલ્પ કરી આ રોપાઓ રોપી તેનું સંપૂર્ણ સિંચન-ઉછેર માટે સંકલ્પ સાથે આ પ્રાણવાન સન્ડેની ઉજવણી કરી. જેમાં અલગ અલગ 15 વૃક્ષ રોપવામાં આવ્યા. 
     આ આયોજન સફળ બનાવવામાં ચિત્રકૂટ સોસાયટીના સૌ રહીશો તેમજ ગાયત્રી પરિવારના પરેશ ભટ્ટ, પ્રજ્ઞેશ કંસારા, વિરેન્દ્ર સોની, હર્ષદ પ્રજાપતિ,  દેવાશિષ કંસારા, રુગ્વેદ ઉપાધ્યાય, ડૉ. ઉચિત પ્રજાપતિ, રવિ પટેલ, યશ ભટ્ટ  વિગેરે યુવાનો જોડાયા હતા. 
    ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા દ્વારા ઉપરોક્ત જાણકારી સાથે વિશેષમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાંસમગ્ર ભારતભરમાં વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું અનેક કાર્યક્રમો ચાલી રહેલ છે.જેમાં વિશેષ ઉલ્લેખનીય છે કે આ વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત  અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં  પર્યાવરણ નિષ્ણાત અને વૃક્ષ પ્રેમી ડૉ. સતિષ પટેલ અને ટીમ દ્વારા 12000 થી પણ વધું વૃક્ષોનું ઉછેરી જતન કરવામાં આવ્યું છે.જે અવિરત ચાલું છે.  ગાયત્રી પરિવાર યુથ ગૃપ દ્વારા વડોદરામાં 
 એન્વાયરમેન્ટ સન્ડે સ્વરુપે 254 રવિવારથી અને કલકત્તા ખાતે  500 થી પણ વધુ રવિવારથી અવિરત દર રવિવારે વૃક્ષારોપણ કાર્યક્રમ ચાલી રહેલ છે. 
બ્યુરો રીપોર્ટ અરવલ્લી જ્યોતિકા ખરાડી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું