બનાસકાંઠા અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા 03/07/2021

બનાસકાંઠા અંબાજી મંદિરમાં સેવા આપતા સ્વ. ત્રણ કર્મચારીઓના આશ્રિતોને કલેકટરશ્રી આનંદ પટેલના હસ્તે રૂ. ૮-૮ લાખની સહાયના ચેક અપાયા
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીમાં ફરજ બજાવતા સ્વ. છગનલાલ એસ. સરગરા, સ્વ. ચંદનસિંહ ચૌહાણ અને સ્વ. સોમાજી વી. ઠાકોરનું ચાલુ ફરજ દરમ્યાન તાજેતરમાં દુઃખદ અવસાન થતાં તેમના આશ્રિતોને બનાસકાંઠા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે પ્રત્યેકને રૂ. ૮-૮ લેખે કુલ રૂ. ૨૪ લાખના સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. કલેકટરશ્રી આનંદ પટેલે અંબાજી મંદિરમાં ફરજ બજાવતા અવસાન પામેલ કર્મચારીઓ પ્રત્યે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, સ્વજનનોની ખોટને ક્યારેય પુરી શકાતી નથી, પરંતું મંદિર ટ્રસ્ટ દ્વારા તેમના આશ્રિતોને આર્થિક રીતે મદદરૂપ બનવા સહાયરૂપે રૂ. ૮-૮ લાખની રકમ ચુકવવામાં આવી છે.     ચેક અર્પણ વેળાએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર  અને નાયબ કલેકટરશ્રી એસ. જે. ચાવડા, સ્વર્ગસ્થ કર્મચારીઓના આશ્રિતો/કુંટુંબીજનો તથા એસ્ટેટ ઓફિસરશ્રી એચ.એન.મોદી, હિસાબી અધિકારીશ્રી સવજીભાઇ સી. પ્રજાપતિ અને ડેપ્યુટી ઇજનેરશ્રી ગિરીશભાઇ એલ.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી
 પ્રાઈમ હિન્દુસ્તાન ન્યૂઝ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.