દાંતા તાલુકામાં શૌચાલયના નામે કરોડોનું કૌભાંડ થયાના લોકોએ લગાવ્યા આક્ષેપ*દાંતા તાલુકામાં એસોજીત દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની રાવ
*દાંતા તાલુકામાં શૌચાલયના નામે કરોડોનું કૌભાંડ થયાના લોકોએ લગાવ્યા આક્ષેપ*
દાંતા તાલુકામાં એસોજીત દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવવાની રાવબનાસકાંઠા આંતરિયાળ અને મહત્તમ આદિવાસી પ્રજાની બહુમતી ધરાવતા દાંતા તાલુકામાં તંત્રના ભ્રષ્ટા કર્મીઓને પાપે લાખો રૂપિયાના ખર્ચે બાદ પણ સરકારનાં શુભ ઉદ્દેશ્યો સફળ થયા નથી અને લાખો રૂપિયાના ખર્ચે બનેલા તકલાદી શૌચાલયો રમણભમણ થઈ જવા પામ્યા છે દાંતા તાલુકાના આંતર વિસ્તારમાં ઘરે ઘરે શૌચાલય બનાવી મસમોટા દાવા કરાયા હતા જ્યાં લાખો રૂપિયા ખર્ચીને થયેલા આ કામમાં નરી વેઠ વાળી ભય વિનાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની બુમરાડ ઊઠવા છતાં તંત્રે તમાશા નુ નાટક કરી ગોદરી ગોટે વાળી દિધી હોવાની ચર્ચા ચકચારી ની લાગણી જન્માવી છે દાંતા તાલુકામાં તદત હલ્કો માલસામાન વાપરી ક્વોલિટી કે ક્વોલિટી ના તમામ નિયમોનો છેદ ઉડાવી થયેલ તકલાદી અને બોગસ કામ બાદ ભારે રાડ ફરિયાદ ઊઠવા પામી હતી પરંતુ તંત્રની ઘોર નિષ્ફળતા કે મિલીભગત ને પરીણામ દાંતા તાલુકામાં થયેલ આ તેસ્તાન કૌભાંડ પર જાણે પડદો પડી ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે ત્યારે તંત્રનાં જવાબદારો પણ બેદી મૌન સેવી રહ્યા હોઈ તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે દાંતા તાલુકામાં બનાવેલા શૌચાલય ની તપાસ એસોજીત દ્વારા કરવામાં આવે તો દાંતા તાલુકામાં શૌચાલયના નામે મોટું કૌભાંડ બહાર આવે તેમ લાગી રહ્યુ છે
રિપોર્ટર જ્યોતિ ઠાકોર અંબાજી*
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com