આરોગ્ય વિભાગથી લઇને આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં
*ગુજરાત રાજ્યમાં 53 બોગસ તબીબો ઝડપાયા છે ત્યારે દાંતા તાલુકામાં પણ ડીગ્રી વગરનાં ડોક્ટરો નો રાફડો ફાટયો છતાં પણ તંત્રના આંખ આડા કાન
દાંતા તાલુકામાં બોગસ તબીબોના લોકોના આરોગ્ય સાથે છેડાં છતાં પણ બોગસ તબીબો ઉપર તંત્રના આશિર્વાદ*
*આરોગ્ય વિભાગથી લઇને આરોગ્ય મંત્રી સુધી લેખિતમાં રજુઆતો કરવા છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં*
દાંતા તાલુકામાં અંબાજી, દાંતા, નવાવાસ, નારગઢ, હડાદ, પુંજપુર વેલવાડા કુવારસી,નાગેલ,મોકડી, જીતપુર, જેવાં અનેક નાના મોટા વિસ્તારમાં પ્રેક્ટીસ કરતા ડોક્ટરો મન ફાવે તેમ બાટલા અને ઇંજેક્શન આપીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડાં કરી રહ્યા છે અને જ્યારે મોટી ડીગ્રી ધરાવતા હોય તેમ દવાખાનામાં ખાટલા લગાવી લોકોને એડમીન કરે છે અને બાટલા ચડાવે છે ત્યારે દાંતા તાલુકામાં કેટલા દવાખાના કાયદેસર છે અને કેટલા બિન કાયદેસર છે તેની તપાસ કરાવવા અને લોકોના આરોગ્ય સાથે છેડાં ના થાય તે માટે આરોગ્ય વિભાગને તપાસ કરાવવા જાગૃત લોકો દ્વારા લેખિતમાં અરજીઓ પણ કરવામાં આવી હતી છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે દાંતા તાલુકામાં મન ફાવે તેમ દવાખાના ખોલીને લોકોની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યા ત્યારે રાજ્યમાં 53 બોગસ તબીબો પકડાઈ ચુક્યા છે ત્યારે દાંતા તાલુકામાં જો તપાસ કરવામાં આવે તો 53 બોગસ તબીબો દાંતા તાલુકાના ગામોમાં જ ભળી આવે તેવું મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે ત્યારે હવે દાંતા તાલુકામાં આરોગ્ય વિભાગ તપાસ કરી બોગસ તબીબો ઉપર કોઈ કાર્યવાહી કરશે કે પછી આરોગ્ય વિભાગની રહેમનજર હેઠળ બોગસ દવાખાના ચાલતા રહશે તે જોવાનું રહ્યું
પ્રતિનિધિ જ્યોતિ ઠાકોર અંબાજી
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com