3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ.

*3000 ઘરોમાં ગંગા પૂજન સાથે ગાયત્રી મહામંત્ર જાપથી ગુંજી ઉઠ્યું મોડાસા પંથક
ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઘેર ઘેર ભવ્ય ઉજવણી થઈ.

મોડાસા, તા.21:
     ભારતિય સંસ્કૃતિમાં ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રુપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ દશમે ઉજવણી કરવામાં આવે છે.
     મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે યોજાયેલ હરિદ્વાર મહાકુંભમાં કોરોનાની મહામારી હોવાથી ગંગા સ્નાન માટે હરિદ્વાર જવું મુશ્કેલ હતું. આ મહાકુંભના પવિત્ર   જળને હરિદ્વારથી લાવીને મોડાસા તેમજ આસપાસના ગામોમાં 3000 ઘરોમાં સ્થાપના કરી અને મહાકુંભ સ્નાનનો લાભ આપવામાં આવેલ. 
     સામૂહિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ અનુસાર એક સ્થાન પર વધુ સંખ્યા એકઠી ના થાય તેથી આ ગંગા દશેરાના પવિત્ર દિવસે આ ત્રણ હજાર ઘરોમાં પોતાના ઘેર ગંગા પૂજન તેમજ આજ દિવસે ગાયત્રી જયંતી હોવાથી દરેકને ઘેર ઘેર ગાયત્રી મહામંત્રના જાપ તેમજ યજ્ઞ કરી ઔષધીય જડીબુટ્ટીઓથી બનાવેલ હવન સામગ્રી દ્વારા આહુતિઓ આપી વાતાવરણ શુદ્ધિકરણ માટે આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ફક્ત બે ત્રણ સાધકોની એક એક કલાકની પાળી રાખી બાર કલાક અખંડ જાપ કરવામાં આવ્યા હતા. સાંજે ગાયત્રી ચેતના કેન્દ્ર સહિત સૌએ પોતપોતાના ઘેર પાંચ પાંચ દીવા પ્રગટાવી દિપયજ્ઞમાં શરુ થયેલી વર્ષાઋતુમાં વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત વૃક્ષોના જતન હેતું નવ સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી.   આ રીતે અરવલ્લી જીલ્લામાં મોડાસા સહિત બાયડ, ભિલોડા, મેઘરજ, માલપુર તેમજ ધનસુરા તાલુકાઓમાં પણ સ્થાનિક પરિસ્થિતિ અનુસાર આ પવિત્ર  ઉત્સવની ઉજવણી કરવામાં આવી.  
  ___________  
*શાંતિકુંજની સ્થાપનાની સુવર્ણ જયંતિ પર ટપાલ ટિકિટ વિમોચન કરવામાં આવ્યું.*
___________
 ગાયત્રી પરિવારના જનક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી જેઓએ પ્રચંડ તપસ્યા કરી ગાયત્રી મહામંત્રના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ સાથે વિશ્વભરમાં પહોંચાડી પંદર કરોડથી પણ વધારે સાધકોના જીવનમાં  શ્રેષ્ઠ માર્ગ પર ચાલવા  અદ્ભૂત વિચાર ક્રાન્તિ અભિયાન ચલાવ્યું. દેશની આઝાદી માટે પણ આગ્રા ક્ષેત્રમાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ભારત સરકાર દ્વારા એમને સ્વતંત્રતા સેનાની તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.  એવા આ ગુરુદેવે આ ગાયત્રી જયંતીના પવિત્ર દિવસે પોતાના સ્થૂળ શરીરની જીવનયાત્રા પૂર્ણ કરી સૂક્ષ્મ ચેતનામાં વિલિન થયા હતાં. એમણે આ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય  ગાયત્રી તીર્થ, શાંતિકુંજની 1971 માં હરિદ્વાર ખાતે સ્થાપના કરી હતી. જેને આ 2021 માં પચાસ વર્ષ થતાં હોઈ સુવર્ણ જયંતિ આ વર્ષે ઉજવાઈ રહી છે. આ સુવર્ણ જયંતિ અવસરે આ ગાયત્રી જયંતીના પવિત્ર દિવસે  ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા પાંચ રુપિયા મુલ્યની ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું. જે દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય, હરિદ્વાર ખાતે એક સાદા  કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઉપ કુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજી દ્વારા કાર્યક્રમની રુપરેખા પ્રસ્તુત કરવામાં આવી.  જેમાં કેન્દ્રિય મંત્રીશ્રી રવિશંકર પ્રસાદ ઑનલાઇન ઉપસ્થિતિ તેમજ  ઉત્તરાખંડના મુખ્ય મંત્રીશ્રી તીરથસિંહ રાવત તથા શાંતિકુંજના શ્રદ્ધેયા શૈલજીજી અને શ્રદ્ધેય ડૉ. પ્રણવ પંડ્યાજીની ઉપસ્થિતિમાં આ પાવન પર્વના સંયોગમાં અભિવૃદ્ધિ થઈ.   શાંતિકુંજની આ ટપાલ ટિકિટનું વિમોચન થતાં અરવલ્લી જીલ્લા ગાયત્રી પરિવારમાં હર્ષોલ્લાસ છવાયો. ગાયત્રી પરિવાર એવી સંસ્થા છે કે જેની ટપાલ વિભાગ દ્વારા અલગ અલગ બે વાર  ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું