કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ.પાલનપુર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં 'મારૂં ગામ કોરોના મુક્ત ગામ' અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટીતંત્ર અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (CCCC) અંગે પણ વિગતો મેળવીનેજરૂરી સૂચન માનનિય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી જી એ કર્યાં હતા. આ પ્રસંગે ડીસા ના પ્રજાપ્રિય, કર્મઠ,  સત્યનિષ્ઠ, જુઝારુ ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા જી તથા લોકસભા રાજ્યસભા ના સંસદ  સભ્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.. રીપોર્ટ PHN NEWS CHANNEL

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.