મહુવા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ખાટસુરા તથા ભાણવડ ગામ મા સ્વૈચ્છિક લોકડાઉંન
ગ્રામ્ય વિસ્તાર મા કોરોના ના કેસ વધતા લોકો મા જોવા મળી જાગૃતિ
સમગ્ર ગુજરાત ની સાથે દેશ મા જયારે કોરોના એ હાહાકાર મચાવ્યો છે તેવા સમયે કોરોના ની બીજી ઘાતક લહેર મા દર્દી ને બેડ, ઓક્સિઝન, રેમદેસીવર ઇન્જેકશન, નહિ મળતા દર્દી ના મૃત્યુ આંક પણ કોરોના ના કેસ સાથે વધતો જોવા મળી
આ ગંભીર પરીસ્તીથી શહેરી વિસ્તાર ની સાથે ગ્રામ્ય વિસ્તાર મા પણ જોવા મળતા શહેરી વિસ્તાર ની જેમ ગ્રામ્ય વિસ્તાર મા કોરોના ના સંક્રમણ ને અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન થઇ રહ્યું છે
જેમાં મહુવા તાલુકા મા પણ મોટા ભાગ ના ગામડા મા સ્વૈચ્છિક લોકડાઉંન જોવા મળી રહ્યું છે જેમાં ખાસ વાત કરીયે તો મહુવા ના આસરાના, મોટાખુટવડા અને અન્ય ગ્રામ્ય વિસ્તાર બાદ ખાટસુરા ગામના સરપંચ ઝવેરભાઈ તેમજ ભાણવડ ગામ ના શક્તિભાઈ, એમ દરબારે એ ગામ મા જાહેરનામું બહાર પાડી ગામ મા નોટિસ બોર્ડ પર જાહેરાત કરી સ્વૈચ્છિક લોકડાઉંન અનિશ્ચિત મુદત માટે જાહેર કરતા લોકો નો અદભુત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે
અને બંને ગામ ના લોકો જરૂરી કામ સબબ બે કલાક જ પૂરતા બહાર નીકળી પુરા દિવસ દરમ્યાન ધરે રહી લોકડાઉંન નું પૂરેપૂરું પાલન કરી સહકાર આપી રહ્યા છે ગામ પણ સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે આ સહકાર થી સરપંચો પણ લોકો નો આભાર વ્યક્ત કરી વધુ ને વધુ સહકાર ની અપેક્ષા સેવી રહ્યા છે
રિપોર્ટિંગ : રૂપેશ ધોળકિયા મહુવા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com