રામ નામ પ્રચારક પરમ પૂજ્ય નામાનુરાગી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સૌરાષ્ટ્ર ગુજરાત ની સાથે દેશ વિદેશ મા સાદાઈ થી ઉજવણી કરવામા આવી

*રામ નામ પ્રચારક પરમ પૂજ્ય નામાનુરાગી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સૌરાષ્ટ્ર ગુજરાત ની સાથે દેશ વિદેશ મા સાદાઈ થી ઉજવણી કરવામા આવી

 સૌરાષ્ટ્ર અને ગુજરાત ની સાથે સમગ્ર દેશ વિદેશ મા શ્રી રામ જય રામ જય જય રામ મહામંત્ર નો આહલેખ જગાડી સૌ કોઈ ને રામ નામ પ્રત્યે શ્રદ્ધા દ્રઢ કરનાર પરમ પૂજ્ય નામનીષ્ઠ સંત શ્રી પ્રેમભીક્ષુજી મહારાજ ની 51 મી પુણ્ય તિથિ સમગ્ર ગુજરાત સાથે દેશ વિદેશ મા પ્રવર્તમાન પરીસ્તીથી ને ધ્યાને લઈ સાદાઈ થી દરેક રામધૂન સંકીર્તન મંદિર સાથે રામનામ પ્રેમી ભાઈ ઓ બહેનોએ ઘરે ઘરે પૂજન અર્ચન કરી તેમજ બાળકો ને પ્રસાદ વિતરણ કરી મહારાજ શ્રી નો રાજીપો મેળવ્યો હતો
આમ તો દરવર્ષે આ તિથિ મહોત્સવ અલગ અલગ પાવન જગ્યા પર જેમ કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મહુવા, મોટી પાનેલી, તાલાલા ગીર, ઢાંક પાટણ, ડાકોર, સોઢાણા જેવા અનેક પાવન સ્થળ પર સમસ્ત રામપ્રેમી (પ્રેમપરિવાર ) ભાઈ ઓ બહેનો એક સાથે હજારો ની સંખ્યા મા એકત્રિત થઇ ને દિવ્ય વાત્તાવારણ સાથે  રામનામ ના નાદ ની વચ્ચે સંતો મહંતો ની પાવક ઉપસ્તીથી મા ભવ્ય રીતે તિથિ મહોત્સવ ઉજવતા આવ્યા છે 
 પરંપરા મુજબ આ ચાલુ વર્ષ નો તિથિ મહોત્સવ પણ રાજકોટ સંકીર્તન મંદિર ના યજમાન પદે હરિદ્વાર મુકામે યોજાનાર હતો પરંતુ કોરોના મહામારી ને ધ્યાને લઇ દરેક સંકીર્તન મંદિર પર જ તેમજ ઘરે  ઘરે આ તિથિ મહોત્સવ ઉજવવાનું નક્કી થતા સૌ કોઈ એ માત્ર સાદાઈ થી મહારાજ શ્રી નું પૂજન અર્ચન સાથે આરતી કરી પ્રસાદ પ્રાપ્ત કરી બાળકો ને પ્રસાદ વિતરણ કરી ખુશ કરી ધન્યતા ની લાગણી અનુભવી હતી 
આ પાવન  પ્રસંગ ની રામનામ પ્રેમી ભાઈ ઓ બહેનો એ ટેલિફોનિક જય સીયારામ પાઠવી શુભેચ્છા વ્યક્ત કરી આ મહામારી માંથી  વિશ્વ મુક્ત બને તેવી પ્રાર્થના પણ સાથો સાથ કરવામાં આવેલ હતી

રિપોર્ટિંગ :*રૂપેશ ધોળકિયા મહુવા *

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો