લાખણી માં સરપંચ એસોસિએશન અને vssm સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણીના ઊંડા જતા તળો બાબતે ચિંતન શિબિર યોજાઈ..

*લાખણી માં સરપંચ એસોસિએશન અને vssm સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પાણીના ઊંડા જતા તળો બાબતે ચિંતન શિબિર યોજાઈ...

 લાખણી મુકામે હિંગળાજ માતાજીના મંદિરે લાખણી તાલુકા સરપંચ એસોશિયન અને vssm સંસ્થા દ્વારા લાખણી પંથકમાં ગંભીર રીતે નિચે જતા ભૂગર્ભજળ ના પ્રશ્નો વિશે ચર્ચાઓ કરવામાં આવી તેના ઉપાય તરીકે વહીવટીતંત્ર સરકાર સંસ્થા અને લોકભાગીદારીથી કઈ રીતે ભૂગર્ભજળ સચવાઈ રહે અને આ પંથકની રોજગારી જેવીકે ખેતી અને પશુપાલન જેના પર નિર્ભર છે તેનો કાયમી ઉકેલ આવે એ માટે થઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી લાખણી તાલુકામાં આવતા ગામોમાં તળાવ સુજલામ સુફલામ કેનાલ કે નર્મદા કેનાલમાંથી પાઇપ લાઇન નાખી ભરવામાં આવે તથા વરસાદી પાણીને ખેડૂતો પોતાના ખેતરમાં રિચાર્જ કરે અને ગ્રામ પંચાયતો ગામના તળાવો વૈજ્ઞાનિક ટેકનિકથી રિચાર્જ કરે તો આનો ઉકેલ શક્ય બને એમ છે.એ વિષય પર સંસ્થા, સરપંચો અને વહીવટી તંત્ર દ્વારા પરસ્પર પોતાના અનુભવો અને માહિતી ની આપ લે થઈ હતી.અને દરેક સરપંચો,સંસ્થા અને આગેવાનો એ આ કાર્ય માં તન મન અને ધન થી મદદ કરવાની ખાત્રી આપી અને લક્ષ્ય સુધી આ કામ ને પહોચાડવાનો સંકલ્પ કર્યો હતો.
 આ કાર્યક્રમમાં લાખણી તાલુકા સરપંચ શ્રી ઓ તથા લાખણી તાલુકા વિકાસ અધિકારીશ્રી અનિલભાઈ ત્રિવેદી તથા vssm સંસ્થાના આદરણીય મિતલ બેન પટેલ સંયોજક નારણભાઈ રાવળ ગોલ્ડ મેડાલિસ્ટ જ્યોતિષાચાર્ય શ્રી હિતેશભાઈ શાસ્ત્રી લવાણા,લાખણી તાલુકા પંચાયત ઉપપ્રમુખ થાનું સિંહ વાઘેલા તથા આજુબાજુના અગ્રણીઓ ઉપસ્થિત રહી ને ભુગર્ભ જળ વિષે પોતાના સમયના વિચારો રજુ કર્યા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન લવાણા સરપંચશ્રી રામાભાઈ રાજપૂતે કર્યું હતું......
શંકરલાલ બી પુરોહિત બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો