મોડાસામાં યોજાશે "રક્તદાન મહાયજ્ઞ" પીડિત માનવતાની સેવામાં ગાયત્રી પરિવાર કોરોના રુપી મહામારી હોય કે દેશભરમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવાર હંમેશા પીડિત માનવતાની સેવામાં અડીખમ આગળ રહ્યું છે.

મોડાસામાં યોજાશે "રક્તદાન મહાયજ્ઞ" 
પીડિત માનવતાની સેવામાં ગાયત્રી પરિવાર 
    કોરોના રુપી મહામારી હોય કે દેશભરમાં આવતી કોઈપણ આપદાના સમયે ગાયત્રી પરિવાર હંમેશા પીડિત માનવતાની સેવામાં અડીખમ  આગળ રહ્યું છે. 
       સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારોને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી પર્વની ઉજવણી જપ તપ યજ્ઞ આરતી જેવા આયોજન ઉપરાંત વિશેષમાં જન સમાજમાં પીડિત માનવતાની સેવામાં ઉપયોગી એવા રક્તદાન શિબિરો યોજીને ઉજવણી કરવામાં આવી રહી છે.
       ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વડા ડૉ. પ્રણવ પંડ્યાજીના માર્ગદર્શનમાં સમગ્ર ભારતભરમાં યુવા જાગૃતિ અભિયાન અંતર્ગત અનેક પ્રકારના રચનાત્મક સેવાના કાર્યક્રમોને ગતિ આપવામાં આવી રહી છે. જે સંદર્ભે ભારતભરમાં રક્તદાન મહાયજ્ઞના આયોજન થઈ રહ્યાં છે. ત્યારે ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાત દ્વારા ગુજરાતભરમાં રક્તદાન શિબિરો યોજાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં રક્ત દાતાઓને અનુકૂળ રહે તેથી વસંત પર્વની આગળ યા પાછળના રવિવારોમાં રક્તદાન શિબિરો યોજાઈ રહી  છે. ગાયત્રી ચેતના કેન્દ્ર ,મોડાસા ખાતે તા. ૨૧ ફેબ્રુઆરી, રવિવારે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમિયાન રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોડાસા તેમજ આસપાસના ગામોમાં કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય સૌ યુવા ભાઈઓ બહેનો દ્વારા ૨૧ ફેબ્રુઆરી, રવિવારે આ મહાયજ્ઞમાં વધુમાં વધુ રક્તદાન કરી માનવસેવાના આ પુનિત કાર્યમાં મદદરૂપ થવા સૌને આહવાન કરવામાં આવ્યું છે. શ્રી કંસારા એ વધુમાં જણાવ્યું કે ગાયત્રી પરિવાર યુવા સંગઠનના સક્રિય નેતૃત્વમાં મોડાસા ઉપરાંત બાયડ, ભિલોડા, ખેડબ્રહ્મા,  આણંદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, થર્મલ,   દાહોદ, ભરુચ, નવસારી, બોટાદ, જામનગર, કચ્છ સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર  ગાયત્રી પરિવારના વિવિધ સંસ્થાનો પર  રક્તદાન શિબિરોના આયોજન કરવામાં આવ્યાં છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો