Prime Hindustan News channelતા.10/01/2021રવિવારદાંતા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી ૦૪ ચોરીઓ ડીટેક્ટ કરી કિ.રૂ.૨૩,૫૫૨ મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ ક કરતી એલ.સી.બી. પાલનપુર

Prime Hindustan News channel
તા.10/01/2021
રવિવાર
દાંતા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સાથે બીજી ૦૪ ચોરીઓ ડીટેક્ટ કરી કિ.રૂ.૨૩,૫૫૨ મુદ્દામાલ સાથે બે રીઢા ઘરફોડ ચોરની ધરપકડ ક કરતી એલ.સી.બી. પાલનપુર
        💫 બોર્ડર રેન્જ ભુજ આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં ચોરીના બનાવો બનતા અટકાવવા સારૂ તેમજ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા... 
         💫 શ્રી એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ. પો. સબ.ઇન્સ   નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના હે.કો. દિગ્વિજયસિંહ, નરેશભાઇ, વદુજી તથા પો.કોન્સ  મહેશભાઇ, દિનેશભાઇ, જયપાલસિંહનાઓ દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત  સબધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે પ્રભુભાઇ સ/ઓ ડુંગરાભાઇ બથાભાઇ જાતે.ગમાર ઉ.વ.૪૦ રહે.ચંદ્દાણા આડીશેરી તા.પોશીના, જીલ્લો.સાબરકાંઠાવાળો હોવાનુ જણાવેલ તથા (૨) પોતે પોતાનુ નામ મોહનભાઇ સ/ઓ કરમાભાઇ રાજાભાઇ જાતે.ડાભી ઉ.વ.૨૨ તથા મજુરી રહે.બોસા જાંબુડીથી આગળ તા.આબુરોડજીલ્લો.શીરોહી રાજસ્થાન વાળાઓને પકડી તેઓના કબ્જાના થેલામાંથી  તથા અંગઝડતીમાંથી ચાંદીની અલગ-અલગ ચીજ વસ્તુઓનુ કુલ વજન ૨૪૦ ગ્રામ તથા સોનાના “ઓમ” નુ વજન ૦.૫૧૮ મીલીગ્રામ જેની કુલ કિ.રૂ.૧૮,૨૪૧/- તથા તીરૂપતિ કલકત્તી તમાકુનુ તુટેલી હાલતનુ પેકેટ તથા ચુનાની ટોટીઓ તથા મજદુર ૪૪૪ બીડીનુ પેકેટતથા અલગ-અલગ કંપનીના ચા પત્તીના પેકેટ તથા કોલગેટ કંપનીની ટુથપ્રેસ્ટતથા સીગારેટ તથા તેલ તથા વેસલીન તથા કપડા ધોવાના તથા નાહવા સાબુ તથા મહેદીની ટ્યુબતથા સેમ્પુના પાઉચ તથા છિંકણીનુ બોક્સ જે તમામની કુલ કિ.રૂ.૧૫૨૭/- તથા રોકડા રૂ.૭૮૪/- તથા બંન્ને ઇસમોની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ-૦૯ કુલ કિ.રૂ.૩૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૩,૫૫૨/- નો મુદ્દામાલ C.R.P.C કલમ ૧૦૨ મુજબ ગણી C.R.P.C કલમ 41.(1)d, 102  મુજબ કબજે કરી દાંતા પોલીસ સ્ટેશન કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે. 
આ કામે પકડાયેલ ઇસમો પૈકી પ્રભુભાઇ સ/ઓ ડુંગરાભાઇ બથાભાઇ ગમાર નાનો અગાઉ ૧૩ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં તથા એક મર્ડરના ગુનામાં પકડાયેલ છે. 
પકડાયેલ આરોપીઓઓએ નીચે મુજબના ગુનાઓની કબુલાત કરેલ છે. 
(૧) રાજસ્થાન આબુરોડથી આગળ નદીની બાજુમાં આવેલ એક મંદીરની દાનપેટીની ચોરી કરેલ છે. 
(૨) અંબાજી થી આબુરોડ તરફ જતા રોડ ઉપર રાત્રીના સમયે એક કરીયાણાની દુકાનમાંથી ચોરી કરેલ છે.
(૩) અંબાજી ભાદરવી પુનમના દિવસે એક લેડીઝ પર્સમાંથી મોબાઇલ ફોનની ચોરી કરેલ છે. 
(૪) અંબાજી પેટ્રોલ પંપની બાજુમાં ગલીમાં આવેલ ઘર માંથી મોબાઇલ ચાર્જમાં મુકેલ મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો