દાંતીવાડા કોલોની થી રેતી ભરીને ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી છે અને બેફામ સ્પીડ

દાંતીવાડા કોલોની થી રેતી ભરીને  ચાલતી ટ્રકો થી લોકો ત્રાહિમામ પોકારી ગયા 
દાંતીવાડા કોલોની થી બનાસ નદી માં રેતી ભરીને  અવરજવર કરતી ટ્રકો ડીસા ના રાણપુર, ભડથ વિસ્તારમાં આવેલ બનાસ નદીની લિજોમાંથી દિવસરાત મોટી સંખ્યામાં મોટા ટ્રેલરો અને હાઇવા ટ્રકો રેતી ભરી દોડી રહી  છે અને બેફામ સ્પીડ લાઈનોમાં ચાલતી દિવસભર અસંખ્ય કાળા કારોબારીઓના આ ટ્રકો લોકો માટે જોખમી અને માથાના દુખાવા સમાન બની રહ્યા છે જયારે રેતીનું વહન કરી રહેલા ટ્રકો દિવસ દરમિયાન અનેકો વાર ટ્રાફિક કરી લાઈનો લગાડી રહ્યા છે ત્યારે સ્થાનિક વહેપારીઓ અને વાહન ચાલકો ટ્રકોથી ત્રસ્ત બની ગયા છે અને આ બાબતે અગાઉ સમયમાં પણ દાંતીવાડા ના મામલદાર ને આવેદન પત્ર આપવામાં આવેલ છે નવા આવેલા મામલદાર દ્વારા  થોડા દિવસો પૂરતી સ્થિતિ કાબુમાં આવી અને ફરી ખનીજ ના વેપારનો વેપલો ધમધમી ઉઠયો છે અને બેફામ ટ્રકોનું દોડવું યથાવત બની ગયું છે ત્યારે દિવસ ભર રોડ ઉપર રાહદારીઓ ની થોડી બેકાળજી કોઈનો જીવ જોખમી થાય તો કોઇ નવાઈ ની વાત નઈ
બે ફામ બનેલી ટ્રકોને જાણે સરકારનો કોઈ કાયદો લાગુજ પડતો નથી એવું લાગી રહ્યું છે આટલી ટ્રાફિકની સમસ્યા પોલીસ, આરટીઓ કે ખનીજ વિભાગને ધ્યાનમાં નથી આવતી કાયદાને નેવે મૂકતા રેતી ને ઢાકવી, ટ્રકોને લોકોમાં ધીમી હંકારવી તેમાં અનેક પ્રકારે કાયદાની ઐસી તેશી કરતા ટ્રકો ઉપર કોઈ જાતનો કાબુ કરવામાં આવે તેવી  સ્થાનિક લોકો દ્રારા રજુઆત છે આ વાહનો પર રોક લગાવામાં આવે અથવા તો કોઈ કાર્યવાહી કરવામાં આવે.. 
રિપોર્ટ. માજી વાઘેલા. દાંતીવાડા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું