ડીસાના જુના સણથ ગામે ખેતરમાંથી માતા-પુત્રીની લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભીલડી પોલીસનવગુજરાત સમય-ભીલડી ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં માતા-પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં ભીલડી પી.એસ.આઈ એ.બી શાહ ગણતરીના કલાકોમાં રહસ્યનો ભેદ ઉકેલી ત્રણ શખ્સની અટકાય કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
ડીસાના જુના સણથ ગામે ખેતરમાંથી માતા-પુત્રીની લાશનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી ભીલડી પોલીસ
નવગુજરાત સમય-ભીલડી
ડીસા તાલુકાના સણથ ગામમાં ખેતરમાંથી બે દિવસ પહેલાં માતા-પુત્રી ની લાશ મળી આવી હતી.જેમાં ભીલડી પી.એસ.આઈ એ.બી શાહ ગણતરીના કલાકોમાં રહસ્યનો ભેદ ઉકેલી ત્રણ શખ્સની અટકાય કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા હતા.
બનાવની વિગત એવી છે કે બે દિવસ અગાઉ તારીખ ૪ જાન્યુઆરીના રોજ ડીસાના સણથ ગામના અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં જાટકા મશીનથી કરંટ લાગતા માતા-પુત્રીનું મોત નિપજ્યું હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ હતુ.જેમાં ગીતાબેન સરતનભાઈ રબારી ઉંમર વર્ષ ૪૧ અને પુત્રી મીનલબેન સરતનભાઈ રબારી ઉંમર વર્ષ ૧૫ જેઓનું ઘટના સ્થળે મોત થયુ હતું જેની ભીલડી પોલીસે ઝીણવટભરી તપાસ કરતા મૃતક ગીતાબેન સરતનભાઈ રબારી બે માસ પહેલા ડીસા તાલુકાના સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળ જેઓના નાના ભાઈ માટે લગ્ન કરવા છોકરી જોઈતી હતી.જેઓના મામાના છોકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ ગામ ભદ્રવાડી તાલુકો કાકંરેજ વાળાને વાત કરી હતી. જેથી સીયા ગામમાં રહેતા અને સાબરકાંઠામાંથી છોકરીઓના પૈસાથી લગ્ન કરવાનું એજન્ટ તરીકે કામ કરતી ગીતાબેન રબારી જોડે લગ્ન કરાવવાની વાત કરવામાં આવી હતી. જેમાં બે માસ પહેલા ડોઢ લાખ રૂપિયામાં છોકરીનો સોદો કરાઈને ડીસા તાલુકાના સાંડિયા ગામના પ્રવીણભાઈ ભાણજીભાઈ રાવળ સાથે બે માસ પહેલા લગ્ન કરાવવામાં આવ્યા હતા.પરંતુ ત્રણ દિવસ રહીને છોકરી ભાગી ગઈ હતી.જેમાં રમેશભાઈ ભાણજીભાઈ રાવળ ગામ સાંડિયા તાલુકો ડીસા તેમજ મામાના દિકરા પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ ગામ ભદ્રવાડી તાલુકો કાકંરેજ વાળાએ પૈસા પરત લેવા માટે સાંડિયા ગામના રમેશભાઈ ભાણજીભાઈ રાવળના ખેતરમાં બન્ને જણાએ માતા-પુત્રી ને બે દિવસથી બંધક બનાવેલા હતા પૈસા આપશો ત્યારે તમને છોડવામાં આવશે તેવી માગણી કરી હતી. જેમાં મૃતક માતા-પુત્રીએ રાત્રીના સુમારે ભાગી ગયા હતા.જેમાં ચાલતા ચાલતા બાજુના સણથ ગામના ખેતરમાં અમરતભાઈ ભીખાભાઈ રબારીના ખેતરમાં લગાવેલા ઝાટકા મશીનના વાયરે અડી જતાં કરંટ આવતા બન્ને નું ઘટના સ્થળે મોત થયુ હતું. જેમાં ખેતર માલિક અમરતભાઈ ભીખાભાઈ રબારી રહે સણથ સામે ગુનો નોંધીને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યા હતા. જ્યારે બીજા બે આરોપીઓ રમેશભાઈ ભાણજીભાઈ રાવળ રહે સાંડિયા તા. ડીસા અને પ્રવીણભાઈ કાનજીભાઈ રાવળ રહે ભદ્રવાડી તાલુકો કાકંરેજને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મૃતકના મોબાઈલના કોલ ડિટેલના આધારે ભીલડી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી દિધેલ છે.
Good
જવાબ આપોકાઢી નાખો