બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર ગામની રહેવાસી અને હાલમાં પ્રેમી સાથે પાટણમાં રહેતી ભુમિકાબેન રતિલાલ ચાૈહાણ ઉ.વ. ૨૫ એક વર્ષ પહેલા જ્યારે માતા પિતા સાથે મેમદપુર ગામમાં રેહતી હતી ત્યારે ગામમાં જ રહેતા અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ સાથે આંખ મળી જતા આ બંનેમાં પ્રેમ પાંગર્યો હતો. આ બંને પ્રેમી પંખીડાઓ સાથે રેહવા માંગતા હોઇ આ બંને અલગ અલગ જાતિના હોવાના કારણે ઘરવાળા સહમત ના હોઇ આ બંને પ્રેમી પંખીડાએ જાતે જ સાથે રેહવાનો નિર્ણય લઇ લગ્ન કરી લીધા હતા

વડગામ / મેમદપુરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકા પોલીસના શરણે, પ્રેમી સામે નોંધાવી ફરિયાદ મેમદપુરમાં પ્રેમ લગ્ન કર્યા પછી પ્રેમિકા પોલીસના શરણે,  પ્રેમી સામે નોંધાવી ફરિયાદ15-01-2021 
પ્રેમીએ પ્રેમિકા સામે દહેજની માંગ કરી, જાનથી મારી નાંખવાની ધમકી આપી મેમદપુરમાં પ્રેમી પંખિડાને સબક શિખાવતો કિસ્સો લાલબત્તિ સમાન
વડગામ તાલુકાના મેમદપુરમાં રહેતી એક યુવતીએ તેના પ્રેમી સાથે ઘરેથી ભાગીને લગ્ન કરતા થોડાક સમય બાદ પ્રેમી યુવકે પ્રેમિકાને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપી દહેજની માંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાની ફરિયાદ વડગામ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.આજના યુગમાં માતાપિતાની મરજી વિરુદ્ધ છોકરા છોકરીઓ પ્રેમ લગ્ન કરી લેતા હોવાના બનાવમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આવા પ્રેમી પંખીડાઓને સમાજના સ્વિકારતા ઘરેથી ભાગી જઇને લગ્ન કરી લેતા હોય છે અને જ્યા ત્યા વસવાટ કરી લેતા હોય છે અને છેવટે પસ્તાવાનો વારો આવે ત્યારે મામલો પોલીસ મથક સુધી પોંહચે છે. આજે એક એવી જ ઘટના વડગામ પોલીસ મથકમાં નોંધાઇ છે તમને પણ જાણીને નવાઇ લાગશે.
બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર ગામની રહેવાસી અને હાલમાં પ્રેમી સાથે પાટણમાં રહેતી ભુમિકાબેન રતિલાલ ચાૈહાણ ઉ.વ. ૨૫ એક વર્ષ પહેલા જ્યારે માતા પિતા સાથે મેમદપુર ગામમાં રેહતી હતી ત્યારે ગામમાં જ રહેતા અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ સાથે આંખ મળી જતા આ બંનેમાં પ્રેમ પાંગર્યો હતો. આ બંને પ્રેમી પંખીડાઓ સાથે રેહવા માંગતા હોઇ આ બંને અલગ અલગ જાતિના હોવાના કારણે ઘરવાળા સહમત ના હોઇ આ બંને પ્રેમી પંખીડાએ જાતે જ સાથે રેહવાનો નિર્ણય લઇ લગ્ન કરી લીધા હતા. પ્રેમિકા એ તા.૧૩/૦૮/૨૦ ના ઘરે થી કોઇ ને કહ્યા વગર પ્રેમી અશ્વિનસિંહ રાઠોડ ના ઘરે ચાલી ગઇ હતી. ત્યા જઇ હિંદુ શાસ્ત્રો પ્રમાણે લગ્ન કરી લિધા હતા. ત્યાર બાદ આ પ્રેમી પંખિડા પતિ પત્નિ તરીકે પતિના ઘરેજ રહેતા હતા. શરૂઆતમાં આ બંને પ્રેમી પંખીડાની લવ સ્ટોરી સારી ચાલી બંને જણ એક બીજાથી ખુશ હતા. પરંતુ જેમ જેમ દિવસો મહિનામાં ફેરવાયા તેમ તેમ આ બંને પ્રેમીપંખીડાને નાની નાની વાત પર નાના મોટા ઝઘડા થવાનું શરૂ થયુ અને કંકાશ શરૂ થયો પ્રેમી પતિએ પ્રેમિકાને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવાનુ શરૂ કર્યુ અને તુ અલગ સમાજ ની છે તુ તારા બાપના ઘરે થી કશુંજ લાવી નથી. જો તારે મારી સાથે રહેવુ હોય તો  જા તારા બાપ ના ઘરે થી દાગિના તેમજ રૂપિયા લઇ આવ તેમ મહેંણા ટોણા મારી  જાન થી મારી નાંખવાની ધમકી આપવાનુ શરૂ કર્યુ. પરંતુ આ પ્રેમિકાપત્નિ પરિવારથી ભાગીને લગ્ન કર્યા હોવાથી તેના પિયર પક્ષમાં પણ જઇ શકે તેમ નહતી. જેથી આ પ્રમિકાપત્નિ આખિર જાયેં તો જાયે ભી કહા? માટે પ્રેમિપતિ દ્વારા અવાર નવાર આપવામાં આવતો ત્રાસ મુંગા મોઢે સહન કરતી રહી.
પરંતુ કહેવાય છે ને કેસો દિન સાંસ કે તો એક દિન બહુ કા જયારે સ્ત્રીની સહન શકિત પુર્ણ થાય છે  તો એ કોઇનુ સાંભળતી નથી અને આખરે પ્રેમિપતિ ને પાઠ ભણાવવાનું નક્કિ કર્યુ અને આખરે પ્રેમિ પતિથી કંટાળી ગયેલી પ્રેમિકા પત્નિ વડગામ પોલીસ મથક માં પોંહચી પ્રેમિપતિ અશ્વિન સિંહ લક્ષ્મણસિંહ રાઠોડ રહે મેમદપુર તા. વડગામ  વાળા વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૪૯૮ અ, ૫૦૬(૨)મુજબ ગુનો દાખલ કરાવી પ્રેમિ પતિ ની શાન ઠેકાણે લાવવા જણાવ્યું હતુ. જે ફરિયાદ ના આધારે વડગામ પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.