જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૧૬ હજાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્શિન અપાશે :- સાંસદશ્રી પરબતભાઇ પટેલ*કોવિડ વેક્શિન કોવિશિલ્ડના ૧૮ હજારથી વધુ ડોઝ બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા*જિલ્લા પંચાયત પાલનપુર ખાતે શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કરાયું.(માહિતી બ્યુરો, પાલનપુર)
જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના ૧૬ હજાર આરોગ્ય કર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશિલ્ડ વેક્શિન અપાશે :- સાંસદશ્રી પરબતભાઇ પટેલ
*કોવિડ વેક્શિન કોવિશિલ્ડના ૧૮ હજારથી વધુ ડોઝ બનાસકાંઠા ખાતે આવી પહોંચ્યા*
જિલ્લા પંચાયત પાલનપુર ખાતે શ્રીફળ વધેરી વેક્સિનનું સ્વાગત કરાયું.
આગામી તારીખ ૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કોવિડ વેક્શિન આપવાનો પ્રારંભ કરાવવાનાં છે ત્યારે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આજે સાંજે- ૬:૪૫ કલાકે કોવિડ વેક્શિન કોવિશીલ્ડનાં ૧૮,૫૯૦ ડોઝ ગાંધીનગરથી આવી પોહોચ્યાં હતા. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઈ પટેલે શ્રીફળ વધેરી વેક્શિનના વધામણા કર્યા હતાં.
સાંસદશ્રી પટેલે મીડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી આવ્યાં પછી સમગ્ર દેશ વેક્શિનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો ત્યારે આપણા સ્વદેશમાં બનેલી કોવિશિલ્ડ વેક્શિન પુનાથી આવી છે. જેનું રાજ્યના નાયાબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે એરપોર્ટ પર સ્વાગત કરી સમગ્ર રાજ્યમાં ફાળવી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૬ મી તારીખે ૨૮૭ સ્થળો પર રસીકરણનો પ્રારંભ કરાવશે. જેમાં બનાસકાંઠાનાં ૧૧ સ્થળોનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મીઓ, આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો, ડોકટરોને રસી આપવામા આવશે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીભાઈ પટેલે કુનેહે વાપરીને કોરોના કાળમાં જે કામ કર્યુ છે. જેના લીધે કોરોનાનો મક્કમ મુકાબલો કરી શકાયો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતિ વર્ષાબા બારડ, અગ્રણી શ્રી મેરૂજી ધુખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મનીષ ફેન્સી, ડૉ. હરિયાણી, એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. એન. કે. ગર્ગ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.અનાવાડિય સહિત આરોગ્યના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com