જહાજમાં સવાર 8 ક્રૂ મેમ્બર બચાવાયા અમદાવાદ: માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, 11/01/2021

કછ નું જહાજ દરિયામાં સળગીને ખાખ માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે.
 10/January  2021

જહાજમાં સવાર 8 ક્રૂ મેમ્બર બચાવાયા  
અમદાવાદ: માંડવીના સલાયાનું જહાજ ઓમાન સમુદ્રમાં જહાજ સળગવાની ઘટના બની છે. જહાજ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુદાન જઇ રહ્યુ હતુ, પરંતુ તે પહેલા જ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેલા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. આખું જહાજ આગમાં બળી ખાખ થઇ ગયુ હતુ. આગ વધતા જોઇ જહાજના આઠ ક્રૂ મેમ્બરોએ સમુદ્રમાં કૂદકો માર્યો હતો. જે બાદ તમામને સ્થાનિક માછીમારોએ બચાવી લીધા હતા.

મળતી માહિતી મુજબ 31 ડિસેમ્બરના દુબઇ પોર્ટ પરથી જનરલ કાર્ગો ભરીને અલ જાવેદ એમ એન. વી. 2105 જહાજ સુદાન પોર્ટ જવા નીકળ્યું હતું. 3 જાન્યુઆરીના રોજ જહાજ ઓમાનના મશીશ પાસે પહોંચતા તેમાં રખાયેલા કન્ટેનરમાં કોઇ કારણથી આગ લાગી હતી. ત્યાં પવનની ગતિ તેજ તેજ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આઠ ક્રુ મેમ્બરો પોતાનો જીવ બચાવાવ માટે સમુદ્રમાં કુદકો માર્યો હતો. ત્યાં સ્થાનિકે માછીમારી કરતા લોકોએ આઠેય ક્રુમેમ્બરોને બચાવી લીધા હતા. બાદમાં પોતાની બોટમાં બચાવીને ઓમાનના જીપ્સ પોર્ટ ખાતે મરીન પોલીસને રક્ષણ હેઠળ રખાયા હતા. 
પ્રાપ્ત થતી માહિતી મુજબ કચ્છી વહાણવટા એસોસિયેશનના પ્રમુખ આદમ સિધિક થૈમ (ભોલુ શેઠ) નું માલિકીનું આ જહાજ હતું. આ જહાજ આખું બળીને ખાખ થઇ ગયુ હતુ. આ જહાજના કેપ્ટન કરીમ નુરમામદ ડોસાણી, મોહશીન આદમ જાફરાણી, ચવાણ અબ્દુલ સુલેમાન શુભણીયા, સીધીક મામદ, ગોહીલ જાવેદ હુશેન, મામદ ઓસમાણ, સકીલ અબ્બાસ ભટ્ટી, અનવર અલીમામદ જુણેજા (રહે. તમામ) માંડવી સલાયાના ક્રુમેમ્બરોનો આબાદ બચાવ થયો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.