દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર પોલીસ સ્ટેશન ના માણસો 15/01/2021
તા.૧૫/૦૧/૨૦૨૧
દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટક્ટ મર્ડરનો કેસનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી એલ.સી.બી ટીમના માણસો તથા દિયોદર પોલીસ સ્ટેશન ના માણસો*
દિયોદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૫૦૧૭૨૧૦૦૩૪/૨૦૨૧ ઇ.પી.કો ક.૩૦૨,૨૦૧ મુજબના અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલ જે અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવા બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોથેલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પી.એચ ચૌધરી ,દિયોદર વિભાગ નાઓની સીધી રાહબરી હેઠળ તપાસ દરમિયાન મરણ જનાર પૂજાબેન વા/ઓ વિનાજી ચમનજી ઠાકોર રહે.ડુંગરાસણ તા.કાંકરેજ વાળી ની લાશ ઓગડપુરા તા.દિયોદર ખાતે આવેલ નર્મદા કેનાલ ના સાયફન માથી મળી આવતા સ્થળ ઉપર એફ.એસ.એલ દ્રારા તપાસણી કરાવવામાં આવેલ અને સીડીઆર મારફતે ફોનકોલ્સ કરનારની તપાસ ચાલુ હોઇ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી સદરહુ ગુન્હામાં સંડોવાયેલ (૧) મહેન્દ્રજી મગનજી દેવશીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાને તપાસના કામે લાવી યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં તેણે તથા (૨) જેણાજી હીરાજી વાહજીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૨ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક તા.કાંકરેજ જી.બનાસકાંઠા જેણાજી હીરાજી ઠાકોર રહે.તેરવાડા સીમ તા.કાંકરેજ વાળા ભેગા મળી ખુન કરેલની કબુલાત કરેલ.
આ કામના મરણ જનાર પુજાબેન તેમજ તેના પતિ ઓગડજી મંદિરે રહેતા હતા ત્યારે મહેન્દ્રજી મગનજી ઠાકોર રહે.તેરવાડા સીમ વાળા મિત્રતા બંધાઇ હતી તેને ગઇ તા.૦૩/૦૧/૨૦૨૧ ના રોજ થરાથી પોતાના મોટર સાયકલમાં આ કામની મરણજનાર-પુજાબેન ને બેસાડી મોબાઇલ લઇ આપવાની લાલચ આપી તેને ઓગડથળીના ચરેડામાં બપોરના અઢિ વાગ્યાના અરસામાં લઇ ગયેલ હતો અને ત્યાં આ કામની મરણજનારે આ કામના આરોપીને કહેલ કે તમો મને મોબાઇલ લઇ આપવાનું નાટક કરો છો અને તેમ કહી આ કામની મરણજનાર તેની પાસેથી છોડાવી દોડવા જતાં આ કામના આરોપીએ તેને પકડી ઓગડથળીના ઝાડીમાં લઇ જઇ તેને જમીન ઉપર પાડી દઇ ગળુ દબાવી મારી નાખેલ ત્યારબાદ તેની લાશને ઝાડીમાં અંદર મુકી ત્યારબાદ તેજ દિવસે રાત્રીના આ કામનો આરોપી- મહેન્દ્રજી મગનજી દેવશીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાએ તેના કાકાના દિકરા-જેણાજી હીરાજી વાહજીજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૨ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળાને સાંજના છ વાગ્યાના અરસામાં ફોન કરી જણાવેલ કે આજે મે આ પુજાને ઓગડથળીના ચરેડામાં મારી નાખેલ છે તારે તેની લાશને રાત્રીના કેનાલમાં નાખવા સારૂ મારી સાથે આવવું પડશે તેવીવાત કરતાં રાત્રીના આશરે દશેક વાગ્યે આ કામના બંન્ને આરોપીઓ હોન્ડા લઇ આ કામનો આરોપી-મહેન્દ્રજી મગનજી જાતે.ઠાકોર (જડાળિયા) ઉ.વ.૨૪ ધંધો-ખેતી રહેવાસી.તેરવાડાસીમ-ઓગડથળી નજીક તા.કાંકરેજ જી.બનાસકાંઠા વાળો જે જગ્યાએ તેરવાડા ગામમાં શંકરભાઇ ચમનજી ઠાકોર ના ખેતરમાં ભાગે થી રહે છે ત્યાંથી આ કામના બંન્ને આરોપીઓએ બોરની લાઇટની ઓરડી માંથી કોથળો લઇ ત્યાંથી આ કામના આરોપીઓ ઓગડથળીની બાજુમાં પબુભા ની સમાધીની બાજુમાં ઘણી બધી ઇંટો પડેલ હતી ત્યાંથી ઇંટો લઇ આ કામની મરણ જનારની લાશજે જગ્યાએ ઓગડથળી ઝાડીઓમાં રાખેલ હતી તે જગ્યાએથી લાશને કોથળામાં ભરી વાયરથી બાંધી ઇસરવા ગામના પુલ ઉપરથી નર્મદા કેનાલના વહેતા પાણીમાં નાંખી દિધેલ હતી આમ, વણ ઉકેલ્યા ખુનના ગુનાનો ગણતરીના દિવસોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પકડી પાડેલ છે.
*ઉપરોક્ત કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ-એચ.પી.પરમાર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી પાલનપુર તથા એસ.જે.પરમાર પોલીસ સબ ઇન્સપેક્ટર દિયોદર પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી પાલનપુર ભુરાજી નાગજીજી . વદુજી જેહળજી પો.કો ધર્મેદ્રસીહ નાનુભા . કિસ્મતજી નટવરજી જયપાલસીહ સજુભા.ભરતભાઈ લાલાભાઈ . રમેશભાઈ અંબાભાઈ.ઓખાભાઈ એલ.સી .બી પાલનપુર તથા અ.હેડ.કોન્સ દિલીપસીહ કરશનજી નાયબ પોલીસ અધિક્ષક ની કચેરી દિયોદર તથા દિયોદર પોલીસ સ્ટેશન ના અ.હેડ.કો હીરાભાઈ રામાભાઈ , કાનસીહ બળવંતસીહ ,મયુરકુમાર દિનેશભાઈ , પ્રવીણકુમાર ચતુરજી , જાલાજી દિવાનજી , અરવિંદસીહ રતુભા.ભગીરથસિહ કાકુભા વિગેરે પોલીસ સ્ટાફ ના માણસો કામગીરી મા જોડાયેલ હતા* .
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com