અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.ઉતરાયણના દિવસે પણ પોલીસ નજર રાખશે Prime Hindustan News13/01/2021

રાત્રે 10 વાગ્યા પછી દોરી અને પતંગ નહિ વેચી શકાય, જે વેચસે  તો જેલની હવા ખાવી પડશે
13/01 2021
અમદાવાદ: ઉતરાયણનો તહેવાર આ વખતે પતંગ રસીયાઓ ધામધૂમથી નહી ઉજવી શકે. ઉતરાયણનો તહેવાર આ વખતે નિરશ જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે જેને કારણે પતંગ-દોરીનું વેચાણ પણ ઓછુ થયુ છે. બજારોમાં પણ લોકોની ભીડ ઓછી જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે 10 વાગ્યા પછી અમદાવાદ સહિતના શહેરોમાં કરફ્યૂ લાગુ હોય છે જેને કારણે હવે રાત્રે 10 વાગ્યા પછી જો દુકાનદારો પતંગ-દોરી વેચતા જોવા મળ્યા તો તેમની સામે ગુનો નોંધવામાં આવશે અને જેલની હવા ખાવી પડશે.
અમદાવાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ હોય છે. પોલીસે વેપારીઓ અને લોકોને રાત્રે 10 વાગ્યા પહેલા દુકાન બંધ કરવાની સૂચના આપી છે. જો રાત્રે 10 વાગ્યા પછી કોઇ વ્યક્તિ રસ્તા પર દેખાયો તો તેની સામે પોલીસ કરફ્યૂ ભંગ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધશે અને જેલમાં પુરી દેશે.ઉતરાયણના દિવસે પણ પોલીસ નજર રાખશે
ઉતરાયણના દિવસે દરેક ઘરના ધાબા પર પોલીસ નજર રાખશે. ઉતરાયણમાં કોરોના સંક્રમણ ના વધે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે પોલીસ 50 જેટલા ડ્રોનથી નજર રાખશે. શહેરની ઉંચી ઉંચી બિલ્ડિંગો પર લોકો પર નજર રાખી શકાય તે માટે પોલીસ ખડેપગે રહેશે. ધાબા પર પરિવારજનો સિવાય કોઇ અન્ય વ્યક્તિ સાથે ઉતરાયણની ઉજવણી નહી કરી શકાય. સાથે સાથે ધાબા પર લાઉડસ્પિકર કે ડીજે વગાડી નહી શકાય.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો