કોંગ્રેસના ગુજરાત રાજ્યના ઓબીસી સેલ પ્રમુખ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા*ઠાકોર સમાજ અગ્રણી તેમજ એડવોકેટ એવા કૈલાસભાઈ ઠાકોર તેમના સમર્થકો જોડે આમ આદમી પાર્ટીમાં જોડાયા*

પ્રેસ નોટ
25.10.2020
આમ આદમી પાર્ટી
ગુજરાત

*કોંગ્રેસના ગુજરાત રાજ્યના ઓબીસી સેલ પ્રમુખ તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા*
ઠાકોર સમાજ અગ્રણી તેમજ એડવોકેટ એવા કૈલાસભાઈ ઠાકોર તેમના સમર્થકો જોડે આમ આદમી પાર્ટીમાં જોડાયા
અન્ય મહાનુભાવો પણ કેજરીવાલજીની નીતિ અને દિલ્હીમાં કરેલા કાર્યોથી પ્રભાવિત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયા*
ભાજપ અને કોંગ્રેસની ભ્રષ્ટાચારની મિલીભગત થી જનતા તો ઠીક પરંતુ આ પાર્ટીઓના પદાધિકારીઓ પણ કંટાળ્યા છે. *કોંગ્રેસના ગુજરાતના બક્ષી પંચના મહામંત્રી, અમદાવાદ જિલ્લાના મહામંત્રી, ઠાકોર સમાજ અગ્રણી અને એડવોકેટ એવા કૈલાસભાઈ ઠાકોર* આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલથી પ્રભાવિત થઈ ને આજ રોજ આમ આદમી પાર્ટી માં તેમના બહોળા કાર્યકર પરિવાર સાથે વિધિવત રીતે જોડાયા.
આ ઉપરાંત અમદાવાદ શહેરના *પૂર્વ ડિસ્ટ્રીકટ એજ્યુકેશન ઇન્સ્પેકટર અશોકભાઈ ત્રિવેદી* પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા. *બીજેપી આઈ ટી સેલના મેમ્બર ધવલભાઈ નાયર* તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા. *એન.એસ.યુ.આઈ.ના યુવા નેતા સૌમિલસિંહ પરમાર તેમના 50 સમર્થકો સાથે* આમ આદમી પાર્ટીમાં જોડાયા. *કોંગ્રેસના ભાવનગર જિલ્લા ઉપપ્રમુખ પ્રકાશ બાંભણીયા* તેમના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
તેઓ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની કરકસર વાળી કર્મનીતિ અને મફત શિક્ષણ, આરોગ્ય અને સસ્તા ભાવે વીજળી પુરી પાડવાની નીતિઓથી પ્રેરાઈને જોડાયા છે.
તેઓની સાથે તેમના સહયોગી ઘણા બધા કોંગ્રેસના કાર્યકર મિત્રો પણ આજ રોજ આમ આદમી પાર્ટી માં વિધિવત રીતે જોડાઇ ગયા છે.
તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરી વધારેમાં વધારે આમ આદમી પાર્ટી માટે સીટો અંકે કરી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત કરવામાં આવશે.

ડૉ ઇર્સાન ત્રિવેદી
આમ આદમી પાર્ટી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો