અમદાવાદ.*શહેરના કુબેરનગર વિસ્તારના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આજે આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા હતા.*

*પ્રેસ નોટ*
આમ આદમી પાર્ટી
ગુજરાત
21.10.2020

*કુબેરનગરમાં ભાજપના  100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા*
 
એક તક ""આપ" ને પછી જુવો ગુજરાત ને

અમદાવાદ.
*શહેરના કુબેરનગર વિસ્તારના 100 કરતા વધુ સિંધી વેપારીભાઈઓ ભાજપને તરછોડી આજે આમ આદમી પાર્ટીમાં જોડાવ્યા હતા.*

જી.એસ.ટી.બાદ લોકડાઉનમાં ધંધા વેપાર ઠપ્પ થઈ ગયા છે.વેપારીઓના નફો કરવાના બદલે નુકસાની ભોગવી રહ્યા છે.તેવા સમયમાં સરકાર કોઈ રાહત આપવાના બદલે માસ્કના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે.દિવાળીના તહેવારમાં પણ બજારોમાં મંદી જોવા મળી રહી છે.ભાજપ સરકારની નીતિ નિયમોથી કંટાળી ગયા હતા. કુબેર નગર વિસ્તારમાં રહેતા અને સિંધી બજારમાં વેપાર-ધંધો કરતા 100 કરતા વેપારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાવવા કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરનો સંપર્ક કર્યો હતો.આજ રોજ વેપારીઓએ લીલાશાહ હોલ,કુબેરનગર ખાતે મીટીંગ ગોઠવી હતી. આમ આદમી પાર્ટીમાં વેપારીઓ જોડાવવાના હોવાથી શહેર પ્રમુખ અમજદખાન પઠાણ. ઉત્તર ઝોન પ્રમુખ ક્રિપાલસિંહ રાઠોર અને લીગલ સેલના ઉપ પ્રમુખ કૈલાશભાઈ તમાઇચી અને દીપકભાઈ ઇન્દ્રેકર હજાર રહ્યા હતા.
 અમજદખાન પઠાણે જણાવ્યું હતું કે, ભાજપની સરકાર આજે અંગ્રેજોના શાસન કરતા પણ ખરાબ શાસન છે.આપખુદશાહી શાસન ચલાવી રહી છે. દેશને ખાનગીકારણના નામે બરબાદ કરી દીધું છે.

કૈલાશભાઈ તમાઇચીએ કહ્યું હતું કે,દિલ્લીની કેજરીવાલ સરકારએ જે કામો કર્યાછે તેવું કામ ગુજરાતની 20 વર્ષથી  શાસન  કરી રહી ભાજપ સરકારે કરી બતાવ્યું નથી.આ એકદમ ભ્રષ્ટ સરકાર છે.
 કુબેરનગર વોર્ડના પ્રમુખ જ્યેન્દ્ર અભવેકરે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, ભાજપના શાસનમાં કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષની ભૂમિકા નિભાવવામાં તદ્દન નિષ્ફળ રહી છે.જે પાર્ટી જનતાના હિત માં વિરોધ કરતા ડરતી હોઈ તે જનતાના કામો શુ કરશે....આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક  તક  આપી  પછી  જુવો ગુજરાત ને.
ગુજરાત

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો