જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા . .....

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કર્યા .

5 મી સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં સારી કામગીરી કરતા શિક્ષકોને તાલુકા ,જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ આપવામાં આવે છે.જે અન્વયે  ફલ્લા ગામના વતની અને નેસડા ગામની શ્રી નેસડા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકશ્રી રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયાની પસંદગી કરવામાં આવી હતી.તેઓ એમ.એસ.સી.બી.એડ.ની ડીગ્રી ધરાવે છે.તેમજ પહેલેથી જ ખંત અને ઉત્સાહથી બાળકોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેતા હોય અને તેઓએ દર વર્ષે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લઈ  પ્રથમ ક્રમાંક અને રાજ્ય કક્ષા એ પણ શાળા ની કૃતિનું પ્રતિનિધિત્વ કરેલ છે .આ ઉપરાંત બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે એ માટે શિક્ષણમાં અને ખાસ ગણિત વિષયમાં નવા નવા પ્રયોગો કરી  જિલ્લા કક્ષા એ ઇનોવેશન ફેર માં પણ કૃતિઓ રજુ કરી શાળાનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત રાજ્યસરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે NMMS, શિષ્યવૃતિ,નવોદય વગેરે ની તૈયારી માટે બાળકોને  માર્ગદર્શન આપી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરેલ છે.આ ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃતિ  જેવી કે પર્યાવરણ,આરોગ્ય,કે સ્વચ્છતા જેવી તમામ બાબતો માં બાળકો સાથે સતત  પ્રવૃતિશીલ રહી શાળા અને અન્ય શિક્ષકો સાથે ટીમવર્ક થી કાર્ય કરી શાળાને નવી ઊંચાઈ પ્રાપ્ત કરવા સદાય પ્રયત્ન શીલ એવા આ શિક્ષકને આજ માનનીય સાંસદ પૂનમબેન માડમ ના અધ્યક્ષ સ્થાને માં.ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના વરદ હસ્તે જોડિયા તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.નેસડા પ્રાથમિક શાળા અને ગામનું ગૌરવ વધારવા બદલ શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારા સરપંચ રાજેશભાઇ મકવાણા ,smc ના અધ્યક્ષ પન્નાલાલ સોલંકી તથા ગામલોકો શિક્ષક મિત્રો એ અભિનંદન પાઠવ્યા હતા.અને સતત બાળકો ના વિકાસ માં પ્રયત્નશીલ રહો તેવી શુભકામના આપી હતી..
                    પત્રકાર.
               શરદ એમ.રાવલ.
                     હડિયાણ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો