પાંથાવાડા ગામની સીમમાંથી સેન્‍ટ્રો ગાડી માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ...

દાંતીવાડા......                       
                                                         
પાંથાવાડા ગામની સીમમાંથી સેન્‍ટ્રો ગાડી  માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી પાંથાવાડા પોલીસ...


  બોર્ડર રેન્જ આઇ.જી.પી. શ્રી જે.આર.મોરથલીયા  તથા પોલીસ અધિક્ષકશ્રી તરૂણકુમાર દુગ્‍ગલ નાઓએ દારૂના વેચાણ અને હેરાફેરીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ સુચના આપેલ અને  પાડોશી રાજસ્‍થાન રાજયમાંથી ધણા મોટા પ્રમાણમાં વિદેશી દારૂ  ગુજરાતમાં ધુસાડવામાં આવતો હોય જેથી મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પુજા યાદવ થરાદ વિભાગ થરાદનાઓની માર્ગદર્શન હેઠળ ગતરોજ  ના  પોલીસ સબ.ઇન્સ.શ્રી એમ.એમ.કુરેશી  પાંથાવાડા પો.સ્ટે..નાઓ પો.સ્‍ટાફના એ.એસ.આઇ. બાબુલાલ હસમુખભાઇ તથા એ.એસ.આઇ. રમેશભાઇ જેઠાભાઇ અ.પો.કોન્સ. ભરતભાઇ કાળાભાઇ. તથા અ.પો.કોન્સ.દિનેશભાઇ ભગવાનભાઇ  તથા અ.પો.કોન્સ. વિરભદ્રસિંહ નરેન્દ્રસિંહ  નાઓ પાંથાવાડા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે સેન્ટ્રો ગાડી નંબર MH.43.A.4494 નો પીછો કરી રોકાવતાં તેમાં ચાલક મનોહરલાલ અચળારામ વિશ્નોઇ રહે. કોટડા તા.રાણીવાડા જી.જાલોર (રાજ.)વાળો બેઠેલ હોય અને સદર ગાડીમાં  પંચો રૂબરૂ જડતી કરતાં ગાડીમાં પાછળની સીટમાં બનાવેલ ખાનામાં તથા તેમજ સીટ નીચે બનાવેલ ખાનામાંથી ગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૮૫ કુલ કિમત રૂપિયા ૩૯,૭૦૦/- તથા સેન્‍ટ્રો ગાડી કિમત રૂ.૧,૫૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિમત રૂપિયા ૨૫૦૦/- તથા ગાડીના કાગળોની નકલો રૂપિયા ૦૦/૦૦ એમ મળી કુલ કિમત રૂપિયા ૧,૯૨,૨૦૦/-નો મળી આવતાં સદરી ચાલકે પકડાયેલ મુદામાલ દારૂનો જથ્થો ગાડી સાથે ભરી સુરેશ શ્રીરામ વિશ્નોઇ રહે. કરડા તા.રાણીવાડા જી.જાલોર (રાજ.)વાળા એ આપેલ હોવાનુ અને પાલનપુર પહોચી ફોન કરવાનુ અને ત્‍યાં તેનો માણસ ગાડી લેવા આવવાનો હોવાનું જણાવતો હોય  અને પકડાયેલ ગાડી શીવરાજ પી બોલી ડી/૩ હીગલેન્‍ડ સીએચએસ લીમીટેડ ની પાસે આશીક્ષ સીનેમા આર.સી માર્ગ ચેમ્‍બર મુંબઇવાળાના નામે હોઇ જેથી સદરી ઇસમો  વિરૂધ્‍ધ પ્રોહી.એકટ મુજબ કાયદેસર ની  કાર્યવાહી કરી પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી...

અહેવાલ.... સોમાજી વાઘેલા દાંતીવાડા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.