ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.* ....ડિગ્રીવગર ના કહેવાતા ડોકટરો માં ફફડાટ. ડૉકટર લખેલ પાટિયા ઉતારવા લાગ્યા હોવાની લોકચર્ચા....

 ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી ડીગ્રી વગર દવાખાનુ ખોલી બેઠેલ બોગસ ડોકટરને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.* ....ડિગ્રીવગર ના કહેવાતા ડોકટરો માં ફફડાટ. ડૉકટર લખેલ પાટિયા ઉતારવા લાગ્યા હોવાની લોકચર્ચા.
ભાવનગર જીલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના ધ્યાને આવતા આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલ 
 🩺 જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસે શિહોર તાબેના દેવગાણા ગામે ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ *અનીલભાઇ રામજીભાઇ બારૈયા/પાલીવાલ બ્રાહ્મણ ઉ.વ.૨૫ રહેવાસી દેવગાણા જુની સુતારવાડી તાલુકો શિહોર જીલ્લો ભાવનગરવાળાને* દેવગાણા કેન્દ્રવર્તી શાળા પાસે આવેલ તેના દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૩૨૧૧૮/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચરે મેડીકલ પ્રેક્ટીસનર એકટ તળે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો. અને આગળની તપાસ શિહોર પોલીસ ચલાવી રહી છે. 
  🩺આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી વી.વી.ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.
..સિહોર
રિપોર્ટર.. હરીશભાઈ પવાર

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો