દર્દી દેવો ભવ:"ના સૂત્ર ને સાર્થક કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ની ટીંબી ગામ ની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની વાત છે...
*પ્રેસનોટ..
*********
"દર્દી દેવો ભવ:"ના સૂત્ર ને સાર્થક કરતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ની ટીંબી ગામ ની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની વાત છે...
.....****રિપોર્ટર. હરીશભાઈ પવાર..સિહોર ...
તમે માનશો નહી; ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતા એક ગામડાની હોસ્પિટલમાં રોજની OPD [આઉટ પેશન્ટ ડીપાર્ટમેન્ટ] 1000 થી વધુ થાય છે ! રોજના 25 થી વધુ ઓપરેશન થાય છે ! સુરતમાં 500 કરોડ કરતા વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતા પણ વધુ OPD થાય છે ! સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે !*
*ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની આ વાત છે. આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે. પ્રોસ્ટેટ/થાઈરોઈડ/એપેન્ડિક્સ/આંતરડા, નાક, કાન, ગળા/સીઝેરિયન/મોતિયા/ઝામર/ઓર્થોપેડિક/મણકા/ફેફસા/ગર્ભાશયની કોથળી વગેરે. સુવિધાઓ શું છે? 24 કલાક ઈમરજન્સી સારવાર/અધ્યતન લેબોરેટરી/ફીઝિયોથેરાપી/ફેકો મશીન/ફિટલ ડોપ્લર/ઓટો રીફેક્ટોમીટર/લેસર મશીન/નવજાત બાળકો માટે વોર્મર/ ડિજિટલ એક્સ-રે/ડેન્ટલ એક્સ-રે/ટોનીમીટર/કલર ડોપ્લર/ઈકોકાર્ડિયોગ્રામ/TMT [ટ્રેડમિલ ટેસ્ટ]/હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ - ડીફ્રિબ્રીલેશન; મોનિટરિંગ વગેરેની સુવિધા.*
*તમે નહી માનો; આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી ! ધર્મ/જ્ઞાતિ/જાતિના ભેદભાવ નહી; માત્ર* *માનવસેવા. સારવાર મફત. દવાઓ મફત. જમવાનું મફત. ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહી. દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે. આ આરોગ્યધામ 9 જન્યુઆરી, 2011 માં 5 કરોડના ખર્ચે* *બન્યું. આનો વિચાર 2005 માં શિવરાત્રિના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો. તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે. તેમણે 8* *વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું. પાસે એક રુપિયો નહી. નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે. લાકડી અને કમંડળ તેની સંપતિ. સ્ટ્રસ્ટીઓ મૂંઝાય.* *નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ; કહે : “માનવતા મોટી છે, થઈ જશે ! માનવસેવા જ પ્રભુસેવા. દર્દી દેવો ભવ !”*
*નિર્દોષાનંદજીની સુવાસ તો જૂઓ ! શરુઆતમાં જ 4 કરોડનો ફાળો થયો ! દાતાઓ પણ કેવા ! 2011 થી* *ખીમજીભાઈ દેવાણી દર મહિને 5 લાખ આપે છે. 13 આજીવન દાતાઓ છે; જે દર મહિને 1 લાખ આપે છે !* *બીજા પણ દાતાઓ છે. 31 ઓક્ટોબર, 2019 ના રોજ ભોજનાલયનું ખાતમુહૂર્ત હતું; જે 4 કરોડના ખર્ચે તૈયાર થયુ; તેના દાતા છે.*
*ધનસુખભાઈ દેવાણી; એકલા જ ! આ હોસ્પિટલને 9 વર્ષ એટલે કે 3000 દિવસ થયા; તેની ઊજવણી છે. અત્યાર સુધીમાં 14,36,257 OPD સારવાર; 37,453 સર્જરી; 5,84,437 અન્ય વિભાગોમાં સારવાર; 6,418 પ્રસૂતિઓ; 7,381 મોતિયા/ઝામર/વેલના ઓપરેશન અને 21,02,800 ભોજનાર્થીઓ ! દર્દીઓને સવાર-સાંજ ગાયનું તાજું દૂધ ! સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઓસડિયાયુક્ત પાક !*
*_મિત્રો, હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે....તેઓએ ધાર્યુ હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત...ભક્તોના દાનમાંથી ભોગ વિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત..... પણ ના, એમનું સાદું, સરળ ને શિવ પરાયણ જીવન હતું મેં તેમનાં દર્શન કરેલા છે...._*
*_આવાં મહાન સંત માંથી મારે, તમારે, કથાકારોએ બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ..... માત્ર મીઠી મીઠી ને સારી સારી વાતો કરવાથી કાંઈ ભગવાન રાજી નહી થાય, દેશ આગળ નો આવે_*
*તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે; એટલી તકેદારી લેશો.*
*આંગળી ચીંધીએ એનુ પણ પુણ્ય છે ....હોસ્પિટલ નો ફોન નંબર..02843242444
(આ મેસેઝ શેર નહીં કરો તો કાંઈ નહીં, કારણ કે આપણે સ્વાર્થ માટે જીવીએ છીએ એટલે પરમાર્થ માટે જીવનારાનાં માટે આપણને માન નો થાય તે સ્વાભાવિક છે.)mobile number 02843242444
.....💐💐💐સિહોર
રિપોર્ટર... હરીશભાઈ પવાર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com