અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રનું મહા ઓપરેશન.!! કતલખાને લઈ જવાતા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા*

*અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રનું મહા ઓપરેશન.!! કતલખાને લઈ જવાતા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવાયા*  

*સલીમખાન પઠાણ (અરવલ્લી)* મોડાસા નજીકથી જીલ્લા પોલીસતંત્રએ ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલતા બચાવી લેવાયા હતા. અરવલ્લી પોલીસ દ્વારા આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે મળેલી બાતમીને આધારે કાર્યવાહી કરતાં 200થી વધુ ગૌવંશનો બચાવ થયો હતો.અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે. ત્યારે મોડાસાને અડીને આવેલા પહાડપુરથી કસ્બા સુધી માઝુમ નદીના કિનારે ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા એસપી મયુર પાટીલ અને ડીવાયએસપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર તેમની ટીમ, મોડાસા ટાઉન પોલીસ પીઆઈ વાઘેલા ટાઉન પોલીસ જવાનો તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા.પોલીસ ને ઝાડી-ઝાંખરા માંથી મરણતોલ હાલતમાં બાંધેલા ૨૦૦ થી વધુ ગૌવંશ અને પશુઓને બચાવી લઈ પશુઓ માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા કરી ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવા મોડાસા ટાઉન પોલીસે કાર્યવાહી હાથધરી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી. ગુરુવારે સાંજના ૪ વાગ્યાના સુમારે મોડાસા ટાઉન પોલીસ ને બાતમીદરો મારફતે બાતમી મળી હતી કે મોડાસા નગરપાલિકા ના રાણાસૈયદ વિસ્તાર ના ઝાડી-ઝાંખરામાં મોટી સંખ્યામાં ગાય, બળદ, ભેંસ, પાડા, પાડીઓ જેવા પશુઓ સંતાડી ગોંધી રાખી ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા મોડાસા ટાઉન પોલીસ, એલસીબી પોલીસ તાબડતોડ મોટા પોલીસ કાફલા સાથે બાતમી વાળા સ્થળે પહોંચી ખુલ્લી જગ્યા તેમજ ઝાડી-ઝાંખળા વિસ્તારમાં ઓપેરશન હાથ ધર્યું હતું. પોલીસનો મોટો કાફલો જોઈ અજાણ્યા શખ્શો પશુઓ ઘટનાસ્થળે રાખી ફરાર થયી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે થી કસાઈઓના વાહનો જપ્ત કર્યા હતા અને તમામ પશુઓને બચાવી લઈ ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથધરી હતી. હાલ તો પોલીસે લાખ્ખો રૂપિયાનોનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્શો વિરુદ્ધ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ની કલમ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો