સિહોર નગરપાલિકા માં સત્તાધીશો અને વિપક્ષ ની મિલીભગત થી..સફાઇકામદારો ને અન્યાય..પોતાના મામકા ઓની કાયમી ભરતી ને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના મહામંત્રી માવજીભાઈ સરવૈયા દ્વારા પાલિકાના અધિકારી ને આવેદનપત્ર આપ્યું...
પ્રેસનોટ..
...
સિહોર નગરપાલિકા માં સત્તાધીશો અને વિપક્ષ ની મિલીભગત થી..સફાઇકામદારો ને અન્યાય..પોતાના મામકા ઓની કાયમી ભરતી ને લઈ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના મહામંત્રી માવજીભાઈ સરવૈયા દ્વારા પાલિકાના અધિકારી ને આવેદનપત્ર આપ્યું... દલિત સમાજ ના નગરસેવકો મુક સેવક બની ગાંધીજી ના તીનબંદરો ની જેમ તમાસો જોતા રહ્યા...આ કોકડું હવે ગાંધીનગર MLA.. જીજ્ઞેશભાઈ મેવાણી પાસે પહોંચ્યું..હવે જે થાય તે..નવા જૂની ની થવાની શકયતા....
.....વિઓ...હરીશભાઈ પવાર દ્વારા...સિહોર..
માત્ર છ કમઁચારીનો કાયમી થવાનો ઠરાવ રદ કરવા બાબત.
સિહોર નગરપાલિકા દ્રારા પ્રમુખ અને વિરોધપક્ષના નેતા મેળા પીપણાથી જ્ઞાતિવાદ રાખી માત્ર છ કમઁચારીઓને કાયમી કરવા ઠરાવ થયેલ છે.જે ગેરકાયદેસર છે.નગરપાલિકા માં સફાઈકામદારો,ગટરકામદારો અને અન્ય કમઁચારીઓ પણ છેલ્લા વીસ વીસ વષઁથી સિહોર નગરપાલિકા ફરજ બજાવે છે.પ્રમુખશ્રી એ જ્ઞાતીવાદ રાખી તેની સમાજના ચાર કમઁચારી અને વષોઁથી કામ કરતા અને ગામની ગંદકી સાફ કરતા કોરોનાની મહામારી માં ગામની ગલીઓ સાફ કરતા સફાઈ કમઁચારીઓના એકપણ નામ નથી.
આમા વિરોધપક્ષ પણ સામેલ છે.નગરપાલિકા એ માત્ર છ કમઁચારીઓનો ઠરાવ કયોઁ જેમાં ચાર તો પ્રમુખના સંબંધીઓ છે અને તેમની જ્ઞાતીના છે.અને બાકીના બે કમઁચારીઓ વિરોધપક્ષના કારણે છે નગરપાલિકા ને ગરીબો અને દલિતોની ચિંતા હોયતો આ ઠરાવમાં એક પણ નામ સફાઈકામદાર કે ગટર કામદારનું કેમ નથી? કોગ્રેસ અને ભાજપના અનુસુચિત જાતિ સમાજ ના અને વિરોધ પક્ષના નગરસેવકો એ આ ઠરાવનો વિરોધ કે ન કયોઁ?નગરપાલિકા માં ખુલ્લો જ્ઞાતિવાદ ચાલે છૈ.નગરપાલિકા દ્રારા છ કમઁચારીઓને કાયમી કરવાનો ઠરાવ થયો છે.તે રદ કરવામાં આવે અને સેટ અપ મુજબ સિનિયોરીટી લીસ્ટ મુજબ જે કમઁચારીઓ લાયક છે તેમના નામનો ઠરાવ થાય અને નગરપાલિકા ના પ્રમુખ દિપ્તીબેન ત્રીવેદી અને વિરોધ પક્ષના નેતા ના મેળા પીપણાથી થયેલ ઠરાવ રદ કરવામાં આવે.
ઉપરોક્ત વિષય જો ન્યાય નહિ મળે તો સિહોર નગર પાલીકા વિસ્તારમાં સફાઈ કામ બંધ થશે અને નગરપાલિકા સામે ગાંધી ચીધ્યા માગે આંદોલન કરવાની ફરજ પડશે.આ અંગે ગાંધીનગર વડનગરના યુવા આક્રમક નીડર બાહોશ અને સત્તાધીશો આ તેજાબી વક્તા થી પણ ફફડતા હોય એવા જીજ્ઞેશભાઈ મેવાણી સુધી આ રજુઆત ને લઈ કોઈ નવાજુની થવાની શકયતા ઉભી થવા પામી છે..કારણ કે હજી સુધી પોલીસ તંત્ર દ્વારા ર્ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને લઈ જે કૃત્ય થયું છે ત્યારે ભાવનગર જિલ્લા પોલીસ વડા ની ટીમ સહિત આજ સુધી આરોપીને પકડી નથી શકી તે માટે કોઈપણ સમયે ભાવનગર જિલ્લાના પ્રવાસે આવી આ તમામ ઘટનાઓ ને લઈ ગૃહમંત્રી.તેમજ પાલિકાના પ્રશ્ને શહેરી વિકાસ મંત્રી ને ઉગ્ર રજુઆત ને લઈ પ્રકાશ પાડવામાં આવશે..તેવું જાણવા મળેલ..
...સિહોર..
રિપોર્ટર... હરીશભાઈ પવાર
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com