બનાસકાંઠા (દાંતા )દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા .

બનાસકાંઠા (દાંતા )

દાંતા તાલુકા ના જાંબુડી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા vce કર્મચારી સવારે અર્ધ બેભાન અવસ્થામાં મળી આવ્યા ....

હાલમાં કોરોના મહામારીમાં અંબાજી જાંબુડી ચેકપોસ્ટ પર નાઈટ ચેકીંગમાં ફરજ બજાવતા vce કર્મચારી સવારમાં ચેકપોસ્ટ ની બાજુમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા હતા
દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પંચાયત ના vce તરીકે ફરજ બજાવતા હતા અને દાંતા વહીવટી તંત્ર દ્વારા તમામ vce કર્મચારીઓને તાલુકા સરહદ પર  ચેકીંગ માટે મુકવામાં આવ્યા હતા ત્યારે પોતાની અને પોતાના પરિવારની જાનની પરવા કર્યા વગર નીસર્વાથ વિશ્વાસ અને પુરી નિષ્ઠાથી ઇનભાઈ ખોખરીયા  અંબાજી જાબુડી ચેકપોસ્ટ પર નાઈટ ચેકીંગ ની સેવા આપી રહ્યા હતા સવારમાં ચેકપોસ્ટની બાજુમાં અર્ધ બે ભાન હાલતમાં અમુક સ્થાનિક લોકોની નજરોમાં આવતા લોકોએ ચેકપોસ્ટ ફરજ પર રહેલા કર્મચારીને જાણ કરતા તેઓએ તેમને તાત્કાલિક પાલનપુર પ્રાઇવેટ સ્વસ્તિક icu હોસ્પિલમાં  સારવાર અર્થ ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન ઇનભાઈનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું ત્યારે દુઃખની વાત એ છે કે તાલુકા વહીવટી તંત્ર ના આદેશ મુજબ દરેક vce ચેકપોસ્ટ પર સેવા આપી રહ્યા હતા તે રીતે ઇનભાઈ પણ અંબાજી જાંબુડી ચેકપોસ્ટ પર સેવા આપી રહેતા હતા ત્યારે એમની સાથે આટલી મોટી  ઘટના બની ગઈ પણ તાલુના વહીવટી તંત્રના એક પણ અધિકારી દ્વારા ખબર અંતર પૂછવામાં આવ્યા નથી કે તેમના પરિવારની મુલાકાત પણ નથી લીધી અને fri પણ કરવામાં આવી નથી વધુમાં બધુંમાં તપાસ કરતા vce કર્મચારીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે vce કર્મચારીઓ ને કોઈ વેતન કે પગાર આપવામાં આવતો નથી તેમ છતાં vce કર્મચારી સેવા આપી રહ્યા છે  તેમ છતાં vce કર્મચારીઓ સાથે કેમ આટલો મોટો અન્યાય કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના તમામ vce કર્મચારીઓ ભેગા મળીને સંકલ્પ કર્યો અને પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી ઇનભાઈ ખોખરીયા અને તેમના પરિવાર ને ન્યાય નહિ મળે ત્યાં સુધી સરકારી પરિપત્ર વાળી અથવા જિલ્લા કે તાલુકા કક્ષાએ થી આપવામાં આવતી કામગરી કરવામાં આવશે નહિ તમામ vce હડતાળ પર ઉતરશે તેવી સરકારને સામે ચીમકી આપી હતી અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી જાહેરાત પરિવાર જનોને મળે તેવી લાગણી મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી...
રિપોર્ટર લક્ષમણ ઝાલા દાંતા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો