સુરત ના NGO.અને રેલવે સુપરવિઝન માં સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રકાશ કુમાર વેકરીયા તેમજ પાંડેસરા સિવિલ ડિફેન્સ ટીમ નું પણ સન્માનપત્ર સાથે સન્માનિત કરાયા...
સુરત ના NGO.અને રેલવે સુપરવિઝન
માં સર્વ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રકાશ કુમાર વેકરીયા તેમજ પાંડેસરા સિવિલ ડિફેન્સ ટીમ નું પણ સન્માનપત્ર સાથે સન્માનિત કરાયા...
.....
કોવિડ19 માં 72 ઉપરાંત 27 દીવસ એન.જી.ઓ અને રેલ્વે સુપરવિઝન માં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રકાશકુમાર વેકરીયા ને સીવિલ ડીફેન્સ સુરત તરફ થી ડે.કલેક્ટર આર.આર બોરડના હસ્તે સન્માન
હીન્દુસ્તાન ની ચાર રક્ષા પાંખો માંની એક એવી “સીવિલ ડીફેન્સ” ગુજરાત સરકાર સુરત. માં સોશ્યલ સોલ્ઝર ના નામ થી જાણીતા તથા યુનિવર્સલ ફાઉન્ડેશન નાં પ્રમુખશ્રી પ્રકાશ કુમાર વેકરીયા ની 28 માર્ચ 2020 ના રોજ માનદ્ વોલીયેન્ટર તરીકે અડાજણ નીમણુક કરવા માં આવી હતી જે અંતર્ગત કોવીડ19 માં 72 દીવસ એન.જી.ઓ ની શ્રેષ્ઠ કામગીરી તથા વધારાની 27 દીવસ રેલ્વે માં શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રકાશકુમાર વેકરીયા ને સુરત કલેક્ટરશ્રી ધવલ પટેલ દ્વારા પ્રમાણીત કરી ડેપ્યુટી કલેક્ટરશ્રી આર.આર બોરડ દ્વારા પ્રમાણ પત્ર થી સન્માનવા માં આવ્યા...આ સાથો સાથ પાંડેસરા સિવિલ ડિફેન્સ ટીમ નું પણ સન્માનિત કરાયા હતા.
મહામારી કોવીડ19 ના કપરા ચઢાણો નો સામનો, લાખો લોકો ને રેલ્વે દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ થી વતન મોકલાવી, તથા નાદુરસ્ત તબીયત અને કેવીડ19 નો રીપોર્ટ નો સામનો તથા રીપોર્ટ નેગેટીવ આવતા ફરી ફરજ પર રહી મહામારી માં જીત બદલ આ મહાયુધ્ધ ના યોધ્ધા તરીકે નુ સન્માન તથા કોવીડ19 મહામારી યુધ્ધ માં લડવાનો મોકો આપવા બદલ પ્રકાશકુમાર વેકરીયા (યુનિવર્સલ ફાઉન્ડેશન) એ કલેક્ટરશ્રી,એડી.કલેક્ટરશ્રી તથા ડે.કલેક્ટરશ્રી અને ટીમ સીવિલ ડીફેન્સ સુરત નો સહહ્રદય આભાર માન્યો.
...રિપોર્ટર. હરીશ પવાર
Thank you for cover us
જવાબ આપોકાઢી નાખો