આરટીઓ શરૂઆત -કોરોના મહામારીને લઇ છેલ્લા બે મહિના કરતા વધુ સમય થી લોક ડાઉન ચાલી રહ્યું હતું
આરટીઓ શરૂઆત
-કોરોના મહામારીને લઇ છેલ્લા બે મહિના કરતા વધુ સમય થી લોક ડાઉન ચાલી રહ્યું હતું આ ચાર તબક્કાના લોક ડાઉનમાં સરકાર દ્વારા દરેક સેવાઓ બંધ કરવામાં આવી હતી જે સેવાઓ પાંચમાં તબક્કાના લોક ડાઉન અનલોક ફેજ ૧ માં ક્રમશઃ ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ આરટીઓ કચેરીનું કામકાજ બંધ હતું ત્યારે બે મહિનાના લોક ડાઉન બાદ હવે આ આરટીઓ કચેરીઆજથી પુનઃ ધમધમતી થઇ છે આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેક સહિતની સેવાઓની આજથી કાર્યરત કરાઈ છે,. જે માટે કોરોના મહામારીને ધ્યાને લેતા અરજદારે એઆરટીઓ કચેરી પરિસરમાં એપોઇન્ટમેન્ટ ના ૧૫ મિનિટ અગાઉ અને એપોઇન્ટમેન્ટ લેટર હાર્ડકોપીમાં કે સોફ્ટકોપીમાં રજૂકરીનેજ પ્રવેશ મેળવી શકે છે..એપોઇમેન્ટ સમય ના ૧૫ મિનિટ અગાઉ જ પ્રવેશ હાલ મળી રહ્યો છે. જેથી અરજદાર એપોઇન્ટમેંટ સમય ના વધુ સમય પહેલાથી કચેરી ખાતે ન આવે તેમજ માત્ર અરજદારને જ કચેરી માં પ્રવેશ આપવામાં આવે જ્યારે સાથે આવનાર અન્ય કોઈ વ્યક્તિકે વાલીને પ્રવેશ નહિ આપી બિન જરૂરી લોકો આરટીઓ પરિસરમાં એકત્ર ન થાય અને સોસીયલ ડીસ્તંસનું પાલન થાય તેવું આયોજન કરાયું છે.બીજી તરફ કચેરીમાં પ્રવેશવાના માર્ગ પાર સર્કલ બનાવાયા છે ત્યારે અંદર ઓનલાઇન પરીક્ષાની જગ્યા પાર ચોકડીઓ મારીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનો ખ્યાલ રાખવામાં આવે છે.કચેરીમાં પ્રવેશતા ફરજીયાત સૅનેટાઇઝ કરીને થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે ત્યારબાદ જ કચેરીમાં પ્રવેશ મળી રહ્યો છે.હાલ લોકડાઉનના કારણે અરજદારોની સંખ્યામાં ખુબ ઓછી જોવા મળતી હતી.
બાઈટ-જે. કે. મોઢ-આરટીઓ અધિકારી
રિપોર્ટર :- સલીમખાન પઠાન મોડાસા (અરવલ્લી)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com