સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન..

દાંતીવાડા..

સાતસણ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ એ પત્રકાર સાથે કર્યું ઉદ્ધતાઈ ભર્યુ વર્તન..

કોરોના કહેર વચ્ચે સાતસણ ગ્રામ પંચાયત માં આવેલ નાગરિકો માસ્ક પહેરતા નથી..

 દાંતીવાડા તાલુકા મા આવેલું   સાતસણ ગામ મા બસ સ્ટેન્ડથી આશરે ૫૦૦ મીટરના અંતરે વાહળો આવેલ છે જેના પર કરેલ નાળુ 2017 માં આવેલ પૂર હોનારતમાં છેલ્લા ત્રણ વર્ષથી તૂટી ગયેલી હાલતમાં પડેલ છે જેના અનુસંધાને આજે અમારા સંવાદદાતા ગ્રામ પંચાયતની મુલાકાત લેતા ગ્રામ પંચાયતમાં તલાટી હાજર હતા તેઓએ કાળીબેન ભારમલ ભાઈ બુબકિયા સરપંચ  ને ફોન કરીને બોલાવતા મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયત માં આવ્યા અને અમારા સંવાદદાતાએ સરપંચ વિશે પૂછતા તેઓએ કહેલ કે હું જ સરપંચ શું અમારા સંવાદદાતાએ છેલ્લા ત્રણ વર્ષથી તુટેલા નાળા વિશે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે અમારે કશું કરવું નથી અને અમારે કાંઈ જવાબ આપવો નથી તમારે જે કરવું હોય તે કરો અમારે ગામનો વિકાસ કરવો નથી અને તમારા જેવા કેટલાય પત્રકારો આવે છે..
આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ નો પાવર લઈને અમારા સંવાદદાતા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.અને કોરોના ના કહેર વચ્ચે સાતસણ ગ્રામ પંચાયત આવેલ  નાગરિકો માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા..
 
 દાંતીવાડા તાલુકાના સાતસણ ગામ માં કાળીબેન ભારમલ ભાઈ બુબકીયા મહિલા સરપંચ હોવા છતાં મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે
 સાતસણ ગામ ના મુખ્ય માર્ગ પાંથાવાડા તરફ જવાના રસ્તા પર છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલ અને જર્જરિત નાળુ ક્યારે મરામત થશે તેવી ગામ લોકોની માંગ છે પરંતુ આ મહિલા સરપંચના પતિ દેવ પોતે જ સરપંચ બની બેઠેલા નિ  શાન  તંત્ર ઠેકાણે લાવશે કે નહીં તે તો હવે આવનારો સમય જ બતાવશે કે પછી મેરી બી ચૂપ ઓર તેરી ભી ચૂપ..
 
 સાતસણ થી પાંથાવાડા તરફના મુખ્ય માર્ગ પર આવેલ વહોળા ઉપર નાનો પુલ બાંધેલ હતો પરંતુ 2017 માં આવેલ ભારે વરસાદના કારણે નાનો પુલ તૂટી ગયેલ હતો જે છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં પડેલ છે ગામલોકોને માગ છે કે જલદીમાં જલદી આ પુલ મરામત થાય નહીતો અકસ્માત થવાનો પૂરેપૂરો સંભવ છે પરંતુ આ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દેવ રાજકીય પીઠબળ ના ઈશારે કોઈને જવાબ આપવા માંગતા નથીશું આ મહિલા સરપંચના પતિ દેવ ને દાંતીવાડા વહીવટીતંત્ર મહિલા સરપંચ પતિદેવને ઠેકાણે લાવશે કે નહીં તે તો આવનાર સમય જાણશે...

અહેવાલ.. સોમાજી વાઘેલા
દાંતીવાડા બનાસકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Prime Hindustan News 08/09/2021 બનાસકાંઠા જિલ્લા ના દાંતીવાડા તાલુકા ના પાંથાવાડા ના સીએસચી મા રસીકરણ ક્રેન્દ્ર બનાવી કોરોના ડ્રાયરન નું આયોજન કરાયું... ભારતમાં કોરોના ની રસી ના ઈમરજન્સી ઉપયોગ ની મંજુરી મળ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા કોરોના રસી ના ડ્રાયરન નુ આયોજન કરાયું છે 08/09/2021

આજ રોજ તારીખ 13/06/2023 ના દિવસે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યોઈડર તાલુકાના લક્ષ્મીપુરા (ગોલવાડા) પ્રાથમિક શાળામાં -2 શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવ્યો