બનાસકાંઠા.. (દાંતા)અંબાજીલોકડાઉન ખૂલતાની સાથે અંબાજી દુકાનમાં ચોરી.
બનાસકાંઠા.. (દાંતા)
અંબાજી
અંબાજીના ગુલજારીપૂરામાં પ્રાથમિક શાળાની સામે આવેલી દુકાનમાં ચોરોએ હાથ ફેરો કરી ફરાર
અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે કોરોના ની મહામારીના સમયે ગુજરાત સરકાર દ્વારા અત્યારે અનલોકડાઉન એક જાહેર કરવામાં આવ્યું છે તેમાં અનેક નાના મોટા ધંધા રોજગાર ચાલુ કરવાની છૂટછાટ આપવામાં આવી છે તેમાં નાના મોટા વેપારીઓ દ્વારા પોતાના ધંધા માટે દુકાનો ખોલવામાં આવી હતી હજુ વેપારીઓના ધંધા સરખી રીતે ચાલુ પણ થયા નથી ત્યાં આજ રોજ દાંતા તાલુકાના અંબાજીમાં બે ફામ બનેલા ચોર ગુલજારીપૂર વિસ્તારની પ્રાથમિક શાળા ની સામે દુકાનમાં ઉપરથી પતરા ખોલી અને દુકાનમાં ચોરી કરવામાં નું સામે આવ્યું હતું દુકાનની બાજુમાં આવેલા ગોડાઉનમાં કેમેરા લગાવેલા હતા તે કેમેરાના વાયરો કાપી દુકાનમાંથી 12000 હજાર જેટલાનો માલ સામાન નો હાથફરો કરી ફરાર થઈ ગયા સવારમાં દુકાન મલિક દુકાન ખોલવા આવ્યા અને દુકાન ખોલી ત્યારે ખબર પડી એટલે તાત્કાલિક આજુબાજુ ના નાના મોટા વેપારી થઇ ગયા હતા અને સમગ્ર ઘટના જાણ અંબાજી પોલીસને કરવા આવી હતી
વધુમાં દુકાન માલિકાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ત્રણ મહિનાનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી દુકાની બંધ રાખવામાં આવી હતી અને હવે સરકારના દ્વારા છૂટછાટ આપવાના આવી એટલે દુકાનો ખોલવામાં આવી હતી હજુ દુકાનમાં બે દિવસ પહેલાજ માલ આવ્યા હતા બે મહિનાનું ભાડું પણ બાકી છે હવે અમારે કેમ કરી દુકાન ચલાવી તેવું દુકાન મલિક જણાવ્યું હતું અગાઉ પણ આ દુકાનને ત્રણથી ચાર વાર નિશાન બનાવેલી છે આ બધી ઘટનાની જાણ અંબાજી પોલીસને થતા અંબાજી ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી...
રિપોર્ટર લક્ષમણ ઝાલા દાંતા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com