અંબાજી ખાતે જન હિત સમિતિ દ્વારા જન હિત માટે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું....ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી

અંબાજી ખાતે જન હિત સમિતિ દ્વારા જન હિત માટે સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું....

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ જન હિત સમિતિ દ્વારા સફાઈ  કામ હાથ ધરવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી 
ગુજરાત અને રાજસ્તાન રાજ્યની સરહદે આવેલું અંબાજી  પવિત્રધામ માનવામાં આવે છે  ત્યાં મા જગતજનની અંબા બિરાજમાન છે ત્યાં ગબબર ડુંગર પર માં અંબાનું જૂનું સ્થાન આવેલું છે અને ગબબર ની આજુબાજુ બાવન શક્તિપીઠ મંદિરો આવેલા છે એટલે અંબાજી ત્રિવેલી સગમનું ધામ માનવામાં આવે છે અંબાજી ગામની ઘણી એવી સમસ્યાઓ છે કે જેનું હજી સુધી કોઈ નિરાકરણ આવતું નથી  અંબાજી નાં યુવાઓ દ્વારા હવે એક જાગૃત અભિયાન ચલાવામાં આવ્યું છે લોકોને પડતી મુશ્કેલીઓ ને લઈને જન હિત નામનું એક સંગઠન રચના કરવામાં આવી છે હવે આ સંગઠનના માધ્યમથી ગામમાં વિકાસ થાય તેવું લોક મુખે ચર્ચાઈ પણ રહ્યું છે અંબાજી ખાતે સ્થાનિક યુવાઓ દ્વારા અંબાજી ગામના હિત માટે અને ગામના નાના માંથી નાના મુદ્દા નું નિરાકરણ લાવવા માટે અંબાજી માં જન હિત સમિતિની રચના કરવામાં આવી છે અંબાજી ગામના નાગરિક ને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જન હિત સમિતિ નો સંપર્ક કરો અને સમિતિ આપની સમસ્યા નું નિરાકરણ લાવવા પ્રયત્ન કરશે અને યુવાઓ એક થઈ આપની સમસ્યા નું નિરાકરણ લાવી બતાવશે તેવું પણ સમિતિ નાં કાર્યકર્તાઓ દ્વારા જણાવાયું હતું એટલુજ નહિ છેલ્લા કેટલાય દિવસોથી જન હિત સમિતિ નાં વ્હોટસએપ ગ્રુપ માં અંબાજી ગામના વિવિધ વિસ્તારો માં ગંદગી ગટરો અને પાણી ની સમસ્યા લઈને સ્થાનિકો દ્વારા ફરિયાદો કરવામાં આવતી હતી ત્યારે અંબાજી જન હિત સમિતિ નાં કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે ત્યાં જઈ અને લાગતાં વળગતા અધિકારીઓ ને બોલાવી અને સ્થાનિક લોકો ને પડતી ઘણી એવી સમસ્યાઓ નું પણ નિરાકરણ લાવવા માં આવ્યું છે એટલુંજ નહિ અંબાજી નાં સ્થાનિક લોકો પણ સમિતિમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને આ સમિતિ હવે અંબાજી માં કૈંક કરવા માંગે છે અને ગામના હિત માં કૈંક કરી બતાવશે તેવું પણ લોક મુખે ચર્ચા વિષય બન્યો હતો સમિતિ હાલ માંજ તૈયાર થઈ છે અને આ સમિતિ નાં કાર્યકર્તાઓ એટલા એક્ટિવ છે કે અંબાજી સ્થાનિક લોકોના મોઢા પર હાલ થીજ આ સમિતિ નું નામ ચડી ગયું છે અને આ સમિતિ આગળની રણનીતિ એવી રીતે તૈયાર કરી રહી છે કે દરેક વોર્ડ દીઠ ટીમ તૈયાર કરવામાં આવશે અને અંબાજી નાં કોઈ પણ વિસ્તાર માં કોઈ ને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો અંબાજી જન હિત સમિતિ તેમની સાથે રહેશે અને તેમની તકલીફ નું સત્વરે નિરાકરણ લાવવા પ્ર્યાશો કરશે અને તમામ વોર્ડ નાં યુવાઓ ભેગા થઈ અને ગામની તમામ સમસ્યા હલ કરી શકીશું તેવું પણ સમિતિ નાં પ્રમુખ એ જણાવ્યું હતું....
રિપોર્ટર લક્ષમણ ઝાલા દાંતા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.