રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભા સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લીધી

રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા  હેઠળના કામદારોના યુનિયન- ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભા સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા મનરેગા કામદારોની મુલાકાત લીધી 


આજ રોજ ૩૦મી મે ૨૦૨૦ ને શનિવાર ના રોજ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કુકડીયા ગામની અંદર રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારો ના યુનિયન ગુજરાત ના સ્થાપક અને રાજ્ય સભાના  સાંસદ મધુસુદન મિસ્ત્રી દ્વારા  મનરેગા કામના સ્થળે કામદારોની મુલાકાત લેવામાં આવી હતી અને મનરેગા હેઠળ કામ કરતા કામદારો ને મુલાકાત દરમિયાન કામનુ નિરીક્ષણ કર્યુ હતુ અને કામદારો દ્વારા મિસ્ત્રી સાહેબને રજૂઆત કરવામાં આવી હતી 
હાલમાં લોકડાઉન ની પરિસ્થિતિ મા કામ ના દિવસો વધારવા ની રજૂઆત કરવામાં આવી હતી તે સમયે માનનીય શ્રી મધુસુદન  મિસ્ત્રી સાહેબ  દ્વારા કામદારોને આશ્વાસન આપવામાં આવ્યુ હતુ કે તમારા  પ્રશ્નો ની રજૂઆત યોગ્ય જગ્યાએ કરવામાં આવશે અને ત્યાર બાદ કામદારોને સાહેબ દ્વારા જ્યારે દેશ અને રાજ્ય મા કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યુ હતુ  જેમા ઉપસ્થિત સરપંચ શ્રી કલ્યાણસિંહ કુપાંવત જિલ્લા પૂર્વ પ્રમુખશ્રી રાજેન્દ્ર સિંહ કુપાંવત રામાભાઈ સોલંકી યુનિયન સેક્રેટરી બંસીલાલ સોલંકી સહિત ના  અગ્રણીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ કિરણ ખાંટ સાબરકાંઠા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.