કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો જિલ્લામાં સેમિનાર યોજાયો.
મોડાસા ખાતે સરકારી ઈજનેર કોલેજમાં શિક્ષણ વિભાગ ઘ્વારા આયોજિત અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કૃષિ અ એ પશુપાલન વિભાગના સહયોગથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન અંગેનો પ્રથમવાર સેમિનાર યોજાયો.
માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ જોડાયા હતાં. વિદ્યાર્થીઓને આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારથી પ્રોત્સાહિત થઈને સફળ કારકિર્દી બને તેવી શુભેચ્છાઓ આપી.
માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી વર્ચ્યુઅલ જોડાઈને વિદ્યાર્થીઓને કારકિર્દી માટે શુભકામના આપી.
ધોરણ 10-12 પછી વિવિધ પ્રકારના કોર્ષ અને તેની વિશેષતા અને કેવીરીતે રીતે પ્રવેશ મેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. જેમાં અનેક પ્રકારના કારકિર્દીના વિકલ્પ વિષે વિસ્તારથી જાણકારી આપવામાં આવી. જેનાથી વિદ્યાર્થીઓ પોતાની સફળ કારકિર્દી બનાવી શકે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ લાલસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ પટેલ, ઈજનેર કોલેજના પ્રિન્સિપાલ અને અન્ય પ્રોફેસર ઉપસ્થિત રહ્યાં હતાં. બ્યૂરો રિપોર્ટ જયોતિકા ખરાડી અરવલ્લી.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com