ગુજરાત સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો
Prime HINDUSTAN NEWS.ગુજરાત સરકાર દ્વારા કેનાલ મારફતે સિંચાઇ માટે પાણી નહીં મળે ની નાયબ મુખ્યમંત્રી ની જાહેરાત નો રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી દ્વારા વિરોધ કર્યો
( જુઠ્ઠી સરકાર જુઠ્ઠા વાયદા ના નારા સાથે સુજલામ્ સુફલામ્ કેનાલમાં ખેડૂતો દ્વારા મીણબત્તીથી પ્રગટાવીને અનોખો વિરોધ કર્યો )
બનાસકાંઠા જીલ્લો એટલે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ને અડીને આવેલ અતિ પછાત જીલ્લો છે જીલ્લા માં વરસાદ અનિયમિત થાય છે બનાસકાંઠા જીલ્લા માં વર્ષે ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૧ સુધી સતત કુદરતી આફતો નો સામનો કરવો પડે છે અને મોંઘવારી ના ખપ્પરમાં ફસાયેલા ખેડૂતો હવે કુદરતી આફતો થી મુશ્કેલી માં મુકાઈ ગયા છે ચાલુ વર્ષે જીલ્લા માં વરસાદ ૭ ટક કરતા ઓછો થયો છે અને ખેડૂતો દ્વારા મોંઘવારી ના સમયમાં મોઘું બિયારણ ખાતર અને ખેડ કરી વાવણી કરેલ પાક વરસાદ વિના નિષ્ફળ ગયો છે અને થોડો ઘણો બચેલો પાક બચાવવા ખેડૂતો કાગના ડોળે વરસાદ ના ઈન્તજાર કરી રહ્યા છે
બીજી બાજુ ભારત સરકાર વર્ષ ૨૦૨૨ માં ખેડૂતો ની આવક ડબલ કરવા ના દાવા કરે છે અને મુખ્યમંત્રી સિંચાઇ માટે નહેર મારફતે પાણી આપી પાક બચાવવા ની જાહેરાત કરે છે અને નાયબ મુખ્યમંત્રી પ્રેસકોન્ફરસ માં આવી જાહેરાત કરે છે કે સિંચાઇ માટે પાણી આપી શકાય નહીં તેથી સરકાર ખેડૂતો ને મુર્ખ સમજી મશ્કરી કરી રહી છે તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જીલ્લા યુવા પ્રમુખશ્રી દોલાભાઈ ખાગડા ની આગેવાની હેઠળ રાષ્ટ્રીય કિસાન સંગઠન લાખણી તાલુકા દ્વારા સુજલામ સુફલામ્ નહેર માં ઘાણા અને આજુબાજુના તમામ ગામના ૫૦૦ કરતા વધુ ખેડૂતો કેનાલ તા.૧૬/૮/૨૦૨૧ ના રોજ મીણબતી જલાવી જુઠ્ઠી સરકાર જુઠ્ઠા તારા વાયદા ના સુત્ર સાથે સરકાર ના નિર્ણય નો વિરોધ કરી સુજલામ સુફલામ્ નહેર માં પાણી આપો વરના ખુરશી ખાલી કરો ના સુત્રચાર કરી વિરોધ કર્યો હતો
બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા PHN NEWS
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો
http://primehindusthannews.blogspot.com