ડીસા તાલુકાના બે શિક્ષકોએ મેળવ્યો નેશનલ લેવલનો બેસ્ટ ઈનોવેટિવ ટીચરનો એવોર્ડ -------------


ડીસા તાલુકાના બે શિક્ષકોએ  મેળવ્યો નેશનલ લેવલનો બેસ્ટ ઈનોવેટિવ ટીચરનો એવોર્ડ -
 નવાચારી ગતિવિધિયા સમૂહ,ભારત દ્વારા આયોજિત ત્રિદિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક વેબિનાર ૨૦૨૧માં ભારતનાં દરેક રાજ્યોમાંથી શિક્ષકોએ ભાગ લીધો હતો જેમાંથી ગુજરાત રાજ્યના 11 ઈનોવેટિવ ટીચરોની પસંદગી થયેલ જેમાંથી  ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી શૈલેષકુમાર નરસિંહભાઈ પ્રજાપતિ તથા સદરપુર પ્રાથમિક શાળાનાં શિક્ષક શ્રી રાહુલકુમાર કિશોરભાઈ મોદીની  પસંદગી થયેલ છે તેમને   વિધાર્થીઓને  ગુણવતાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે પોતાના ઈનોવેટિવ કાર્યો ઓનલાઈન ક્વિઝ ,બાળસભાની પ્રવૃત્તિઓ ,દિન વિશેષ, પ્રવૃત્તિઓ,વિવિધ સ્પર્ધાઓ  વગેરે જેવા તેમના કાર્યો તથા વિચારો રજૂ કર્યા હતા જે વિચારો તથા કાર્યો સમગ્ર ભારત દેશના વિવિધ રાજ્યોમાંથી ભાગ લીધેલા વિવિધ શિક્ષકો તથા  સંસ્થાને પસંદ પડતા નવાચારી ગતિવિધિયા સમૂહ,સંસ્થા ભારત દ્વારા તેમને ગુજરાતનાં બેસ્ટ ઈનોવેટિવ ટીચર એવોર્ડનું પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સમ્માનિત કર્યા હતા.આમ  આ બંને શિક્ષકોએ આ નેશનલ લેવલનો એવોર્ડ મેળવી ડીસા તાલુકાની ગોગાઢાણી પ્રાથમિક શાળા તથા સદરપુર પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે. બ્યુરો રીપોર્ટ પ્રધાનસિંહ પરમાર 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ થી મહુવા મા ની:શુલ્ક કોવીડ સારવાર કેન્દ્ર 20 બેડ સાથે શરુ કરવામાં આવ્યું

ગાયત્રી ચેતના કેન્દ્ર , મોડાસા દ્વારા બાળ કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયોઆવી રહેલ રક્ષાબંધન પૂર્વે મોડાસા ખાતે શ્રમજીવી પરિવારના બાળકોને રાખડીઓ બનાવતાં શીખવવામાં આવ્યું.